Abtak Media Google News

આજે છૂટાછવાયા વિસ્તારો હળવાથી મધ્યમ વરસાદની આગાહી: દ્વારકામાં અઢી ઈંચ, અબડાસામાં દોઢ ઈંચ, કલ્યાણપૂરમાં સવા ઈંચ વરસાદ: રાજયનાં 156 તાલુકામાં વરસાદ

 

અબતક,રાજકોટ

સાયકલોનિક સરકયુલેશનની સિસ્ટમ નબળી પડી જવા પામી છે. છતા આજે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જાર ઘટી જશે છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 156 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

હવામાન વિભાગનાં સુત્રોના જણાવ્યાનુસાર સાયકલોનીક સરકયુલેશન હાલ સૌરાષ્ટ્ર પર સરકયુ છે. પરંતુ સિસ્ટમ હવે નબળી પડી જવા પામી છે. આજ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમૂક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી મોટાભાગના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહેશે અમૂક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શકયતા છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 156 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દ્વારકામાં અઢી ઈંચ વરસાદ પડયો છે. કચ્છના અબડાસામાં દોઢ ઈંચ, કલ્યાણપૂરમાં સવા ઈંચ, માંડવીમાં એક ઈંચ, સુત્રાપાડામાં એક ઈંચ, રાણાવાવમાં એક ઈંચ, લખપત, મોરબીમાં એક ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ પોણો ઈચ સુધી વરસાદ વરસાદ પડયો છે. રાજયમાં આજ સુધીમાં મૌસમનો કુલ 49.20 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 47.57 ટકા, ઉતર ગુજરાતમાં 38.22 પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.13 ટકા, સૌરાષ્ટ્રમાં 48.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 56.42 ટકા વરસાદ પડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.