Abtak Media Google News

મુખ્યમંત્રીની સૂચનાથી અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા : અનેક ગામો બેટમાં ફેરવાયા

ફસાયેલા લોકોને બચાવવા SDRF અને NDRF ની ટીમો પણ મેદાને : યુદ્ધના ધોરણે ચાલતી બચાવ કામગીરી

જામનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાં ગામડાઓમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જિલ્લાના એક ગામ બાણુંગારમાં 22 ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે.

મોટીબાણુગાર આખુ ગામ બેટમાં ફેરવાયું

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે. આ ઉપરાંત ધુવાવ ગામ પણ બેટમાં ફેરવાયું છે. ધુવાવ ગામમાં પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. તેમજ આખું ગામ બેટમાં ફેરવાયું છે. ત્યારે પંચકોશી પોલીસ સ્ટેશનનના સ્ટાફ સહિત લોકોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના અલીયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્કયૂંની કામગીરી ચાલી રહી છે.

જામનગર-રાજકોટ હાઈવે સંપર્ક વિહોણો

ભારે વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે.

પંચકોશી આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો

જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાલાવડ નાકા બહાર તેમજ વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા છે. લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરાઈ

લોકોના જીવ બચાવવા માટે SDRF, NDRFની ટીમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે અને અમે જામનગર સતવારાના સતત સંપર્કમાં છીએ. તેમજ આગેવાનો સાથે પણ સંપર્કમાં રહી છે. આ પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ.

ખીજડીયા બાયપાસ પાણીમાં ગરક : જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ

ધોધમાર વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. હાઇવે ઉપર આવેલ ખીજડિયા બાયપાસ પાણીમાં ગરક થઈ ગયો હોવાથી હાઇવે ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે.તેમજ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. તેમજ આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાં આશ્રમમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો

જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે રણજિત સાગર ડેમ સાત ફૂટ જેટલો ઓવરફલો થયો છે. જેથી જામનગર શહેરનું જળસંકટ માત્ર એક રાતમાં જ દૂર થયું છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝ-વે પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.