Abtak Media Google News

સામાન્ય રીતે માનવી ગાય, ભેંસ, બકરી, ઘોડો, ઉંટ, ગધેડા, ડોગ, બર્ક પાળતા હોય છે. છેલ્લા બે દશકાથી બિલાડી પાળવાનો ક્રેઝ વઘ્યો છે. લોકો હવે મોંધીદાટ બિલાડી પાળી રહ્યા છે. કોઇપણ જનાવર પાળો તો તેના ફાયદા ગેરફાયદા હોય છે. ર૧મી સદીમાં માણસોના વિવિધ શોખો વઘ્યાને આજે તો અજગર, વિશાળ, કાંચીડા થાળે છે.બિલાડી પાળવાથી તેના માલિકને રકતવાહિનીના રોગોનું પ્રમાણ ઘટે છે. વૈજ્ઞાનિકો દ્વારા એ સાબિત થયું છ કે બિલાડી પાળનારને હ્રદય રોગનું જોખમ ટળે છે, કોલેસ્ટ્રોલ ઘટે અને બ્લડ પ્રેસર ઘટે છે. અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું કે જેને બિલાડી પાળી હતી તે પરિવારમા, બાળકોમાં એલર્જીક બિમારી સાથે ફેફસાની બિમારીનો સફળ સામનો કર્યો હતો. ડોમેસ્ટિક બિલાડી તમારૂ ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય સારૂ રાખે છે.

બદલાતા પર્યાવરણ અને શહેરી વિકાસને કારણે મોટા બિલાડામાં બરફથી છવાયેલા પર્વતોમાં રહેતો ચિત્તો, પર્વતિય સિંહ, જગુઆર, ચિત્તાઓ જેવા અનેક પ્રાણીઓ પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે. આ બધાના કુદરતી નિવાસસ્થાનો છિનવાતા તેઓ નાબુદ થઇ ગયા હતા. મોટા ભાગનાને અંતિમ કાળમાં ખોરાકની સમસ્યા જોવા મળી હતી.

બિલાડી આરામ પ્રિય હોય છે. તમે એલર્જી પીડિત હોય તો જ તમે તેનાથી દૂર રહો બાકી તમારા બેડ ઉપર તે ઊંઘ કરે તો કશો જ વાંધો નથી. તેમના બચ્ચા માટે મોટાભાગે આરામ કે ઊંઘ કરતા જોવા મળે છે ને આ સમય દરમ્યાન તે વૃઘ્ધિ હોર્મન પેદા કરીને ઝડપથી મોટા થાય છે.છેલ્લા સંશોધન મુજબ બાર હજાર વર્ષ પહેલા બિલાડીએ માનવ સાથે રહેવાનું શરૂ કર્યુ, ઉંદરના વસ્તી નિયંત્રણ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરીને માનવ જાતીને મદદરૂપ થાય છે. ઇજિપ્ત વાસીઓ બિલાડી પ્રત્યેનો પ્રેમ નિહાળો છે. બિલાડીને દૂર પાવાથી તેને નુકશાન થાય છે. તે અવાજ સાંભળવા માટે પોતાના કાનને ૮૦ ડીગ્રીએ ફેરવી શકે છે. બિલાડી શ્ર્વાન કરતાં વધુ સારી રીતે સાંભળી શકે છે. તેના શરીરમાં ૩૦ થી વધુ સ્નાયુઓ જે તેને દિશા સુચનમાં મદદ કરે છે. તે જુદા જુદા ૧૦૦ થી વધુ અવાજો કાઢી શકે છે.તમે રસ્તે જતાં હો અને બિલાડી આડી ઉતરે તો તમને અપશુકન થાય છે પણ આ એકમાત્ર અંધશ્રઘ્ધા છે. કાળી બિલાડીની ઘણી બધી ચિત્ર વિચિત્ર વાતો આ સમાજમાં પ્રસરેલી છે. આફ્રિકાના જંગલોમાં રણ બિલાડી કે રાની બિલાડી જોવા મળે છે. મઘ્યપૂર્વમાં જોવા મળતી બિલાડી ને જંગલી બિલાડી પણ કહેવાય છે.આ પૃથ્વી પર દસ લાખથી વધુ પ્રકારનાં પ્રાણીઓ વસે છે. એમાં સૌથી વધારે વિકરાળ અને ક્રુર પ્રાણી તરીકે બિગ કેટસનું જાુથ મોખરે છે દુનિયામાં હાલ આ કુળમાં ૪૦ થી વધુ પ્રજાતિનું અસ્તિત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.