ઘરમાં આ ગુણવર્ધક છોડ ઉછેરવાથી હવાનું શુધ્ધિકરણ અને માનસિક સ્ટ્રેસ થાઈ છે દૂર

0
445

તુલસી, લેવેન્ડર, મનીપ્લાન્ટ, જરબેરા ડેજી, સ્પાઈડર પ્લાન્ટ જેવા ‘છોડો’ ઓકિસજન લેવલ વધારવાની સાથે મનને શાંત રાખવામાં પણ મદદરૂપ થાય છે

કોરોના સંક્રમણે લોકોને શારીરિક અને આર્થિક નુકશાનતો પહોચાડયું જ છે. તેની સાથે સાથે કથળેલી માનસિક સ્થિ?તિથી પણ લોકો ઝઝૂમી રહ્યા છે. અને ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. લોકો શારીરીક નબળાઈને પહોચી વળવા જાગૃત થયા છે. તેથી ખાનપાનથી લઈને લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. પણ સાથે સાથે આવા માહોલમાં સકારાત્મકતા જાળવી રાખવી પણ જરૂરી છે. તેના માટે ઘરની આસપાસ અમુક પ્રકારનાં છોડ લગાવવાથી ઘણો જ ફાયદો થાય છે. વૃક્ષોનું માનવજીવનમાં ઘણું જ મહત્વ છે. ‘પ્રાણવાયુ’ આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વૃક્ષોથી મન શાંત રહે છે. તેવો દાવો પણ કેટલીક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ એવા કેટલાક ફૂલછોડ અને વૃક્ષો વિશે જેને ઘરમાં અને ઘરની આસપાસ લગાવવાથી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે ઓકિસજન લેવલ પણ વધે છે.

તુલસી: તુલસીનો છોડ હિન્દુ ધાર્મિક માન્યતાનુસાર પવિત્ર માનવામાં આવે છે.ઠીક તેવી જરીતે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણ હોય છે. તુલસીના પાનનો ઘરગથ્થુ બનાવેલા ઉકાળામાં ઉપયોગ કરવાથી અનેક બીમારીઓમાંથી છૂટકારો મળે છે.

લેવેન્ડર: લેવેન્ડરનો છોડ લગાવવાથી ઘરમાં સુગંધ આવે છે. તથા તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. લેવેન્ડરનો છોડ લગાવવાથી મન શાંત રહે છે અને સ્ટ્રેસ દૂર થાય છે. તેના પાનનો ઉપયોગ ચા બનાવવા માટે પણ થાય છે.

મની પ્લાન્ટ: લોકો મની પ્લાન્ટનો છોડ ઘરની બાલ્કનીમાં, બગીચામાં લગાવે છે. આ એક એવો છોડ છે જેને બહુ ઓછી સંભાળની જરૂર પડે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે.

જરબેરા ડેજી: આ રંગીન ફૂલો ધરાવતો ઈન્ડોર પ્લાન્ટ છે. આ છોડને ઘરમાં લગાવવાથી ઓકિસજનની માત્રા જળવાઈ રહે છે.

સ્પાઈડર પ્લાન્ટ: ઘરમાં ઉછેરી શકીએ તેવો આ સરળ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ કાર્બન મોનોકસાઈડ, ફોર્મલડિહાઈડ, અને બેજીનને હવામાંથી ગાળીને હવાનું શુધ્ધિકરણ કરે છે આ પ્લાન્ટને ઘરમાં લગાવવાથી સ્ટ્રેસ દૂર થાય છે. અને સકારાત્મક ઉર્જા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here