Abtak Media Google News

પુષ્કરધામ મેઈન રોડ પર ટર્નીંગ પોઈન્ટ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યામાં ખડકી દેવાયેલો લોખંડનો ગેઈટ અને શટરનું બાંધકામ પણ દૂર કરાયું.

રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ શહેરના રૈયાધાર વિસ્તારમાં ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલીશન વેળાએ લોકોના ટોળે-ટોળા ઉમટયા હતા.

આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના એટીપી વિરમ મુંધવાએ જણાવ્યું હતું કે, આજે સવારે ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. રૈયાધાર વોટર વર્કસી ગાર્બેજ ટ્રાન્સફર તરફ જવાના રસ્તે રેવન્યુ સર્વે નં.૩૧૮ પૈકીની ૧૫૦૦ ચો.મી. જગ્યા જે મચ્છોનગર પીપીપી આવાસ યોજનાની બાજુમાં આવેલી છે તે કલેકટર દ્વારા મહાપાલિકાને ફાળવવામાં આવી છે. આ જમીન પર બાર આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા જે દૂર કરવા માટે ૨૨/૧૧/૨૦૧૬ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં તેઓએ આજ સુધી દુર ન કરતા આજે ડિમોલીશનની કામગીરી હા ધરાઈ હતી અને ૧૨ આસામીઓને રહેણાંક હેતુ માટેના ખડકેલા દબાણો દૂર કરી દીધા હતા.

આ ઉપરાંત ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન માટે મહાપાલિકાને ફાળવવામાં આવેલી ૧ હજાર ચો.મી.જમીન પર બે આસામીઓનું દબાણ હોય દૂર કરવા ૨૧મી જાન્યુઆરીના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી જે દૂર ન કરતા આજે ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. બન્ને સ્ળે દબાણો દૂર તા હવે રૈયાધાર વોટર વર્કસને લાગુ ફિલ્ટર પ્લાન્ટને વિસ્તૃતિકરણની કામગીરી તા પાઈપલાઈન નાખવાની કામગીરી વધુ આગળ ધપી શકશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પુષ્કરધામ મેઈન રોડ પર ટર્નીંગ પોઈન્ટ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યામાં હેતુફેર કરી લોખંડનો ગેટ તા શટરનું બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા આજે આ દબાણ દૂર કરી પાર્કિંગ ખુલ્લુ કરાવવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.