રાજ બેંક બનશે સ્મોલ ફાયનાન્સ બેંક

સહકારી ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતી રાજ બેંકની ઉત્તરોતર પ્રગતિ હવે ધીરાણ ક્ષેત્રે વધુ વિસ્તરશે

રાજકોટ જ નહિં સમગ્ર સૌરાષ્ટ્રમાં કોર્પોરેટિવ ક્ષેત્રે અગ્રણી ઓળખ ધરાવતી રાજકોટની રાજ બેંકને સ્મોલ ફાયનાન્સ બેંકનો દરજ્જો આપવાની અંતે જાહેરાત કરવામાં આવી છે.

ચેરમેન જગદીશભાઇ કોરીડીયાએ કરેલી જાહેરાતમાં રાજ બેંક હવે સ્મોલ ફાયનાન્સ બેંકનો દરજ્જો પ્રાપ્ત કરીને લોનની તેની વ્યાપકતા વધારશે. ધ કોર્પોરેટિવ બેંક ઓફ રાજકોટ લીમીટેડના રૂપમાં સ્થાપક ચેરમેન રમણીકભાઇ ધામી અને તેમની ટીમના રમણીકભાઇ સેજપાલ, મનહરલાલ શાહ, ભાણજીભાઇ પટેલ, જમનાદાસભાઇ ફળદુ, ગોવિંદભાઇ ખુંટ, રસિકભાઇ દવે, પ્રવિણભાઇ દવે, માવજીભાઇ પટેલ, પ્રવિણભાઇ કામદાર, પ્રવિણભાઇ કલ્યાણી, પોપટભાઇ પટેલ, ફિલ્ડ માર્શલવાળા કિરીટભાઇ કામદાર, ઇજનેર ચંદુભાઇ પાંભર, મનુભાઇ નસીત, નસીતની આગેવાનીમાં 24 નવેમ્બર 1980ના રોજ સ્થાપિત બેંક નાના સંકુલમાં શરૂ થયાં બાદ સમગ્ર રાજ્યમાં 27 બ્રાન્ચો તો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના જલગાંવમાં પણ તેની બ્રાંચ ખૂલવામાં આવી હતી.

રાજ બેંકના રૂપમાં બહુ રાજ્ય સહકારી બેંકમાં એટીએમ, ડીજીટલ લોકર, કાર્ડ, ફેસેલીટી ધરાવતી બેંક હવે સ્મોલ ફાયનાન્સ બેંકનું રૂપ લઇ રહી છે.