Abtak Media Google News

પદ્મભુષણ, તાનસેન, ઓમકાર ઠાકુર એવોર્ડ, કાશી ગૌરવ, યશ ભારતી સહિતના એવોર્ડથી ભારતે મિશ્રા બ્રધર્સની પ્રતિભાને બિરદાવી

રાજન સાજને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા બધા કાર્યક્રમો કર્યા ૫૩ થી વધારે અમારા કોન્સર્ટ યોજાયા છે. અને ૧૩ દેશોમાં  અન અમારા શાસ્ત્રીય સંગીતથી લોકોના દિલ જીતી લીધા છે. શાસ્ત્રીય સંગીતએ હ્રદય સ્પર્શી હોવું જોઇએ. અત્યારના સમયમાં જે સંગીત છે. તે ઘોંઘાટ વાળુ છે જેની અસર દિમાગને થાય છે. અમારી ૩પ૦ જુની આ પરંપરા છે. મહત્વનું છે કે શાસ્ત્રીય સંગીતના સથવારે અને કમ્બોડીયાના અકોરવાટમાં પફોર્મ કરનાર પ્રથમ ભારતીય કલાકાર છીએ.

વધુમાં રાજન શાસ્ત્રીએ જણાવ્યું કે, શાસ્ત્રીજી સંગીતનો મતલબ છે શાસ્ત્રો સાથે જોડાયેલું છે. જેમાં રોગ રાગીણી, વાદ સંવાદી, આરોહ અવરોહ પરંપરાગત રુપે બનેલા છે. પરંતુ સાંપ્રત સમયમાં દુ:ખદ વાદ એ છે કે શાસ્ત્રીય સંગીતના નામે ઘણું અલગ સંગીત સાંભળવા મળે છે.

વધુમાં જેમણે જણાવ્યુ: કે અમારું અંગત પણે એવું માનવું છે કે જો બાળકોને શાસ્ત્રીય સંગીત સાથે જોડવામાં આવે તો કાઇમની ઘટનાઓ ઓછી થઇ જશે. આપણે આપણા બાળકોને ઇગ્લીશ મીડીયામાં ભણાવીએ છીએ કેમ કે આપણા ગુરુકુળો  ખતમ થઇ ગયા છે. એટલે અંગ્રેજોએ છોડેલી સંસ્કૃતિ પાછળ આપણે  દોડ મુકીએ છીએ.

તણાવને રોકવો હોય તો ઘરે ઘરે સંગીત પહોચાડો બાળકોને સંગીતના સંસ્કાર આપો આપણી પરંપરાગત જીવન શૈલી અપનાવો જેમાં સવારે વહેલા ઉઠવું , પ્રાણાયામ, સ્નાન, મા-બાપના ચરણ સ્પર્શ , શુઘ્ધ અને સાત્વીક ભોજન જેવા પ્રકૃતિ ના નિયમો સાથે ચાલીશું તો સુખી થવાશે.

સાજન મિશ્રાએ જણાવ્યું હતું કે આ તો સૌભાગ્યની વાત છે. મારા ગુરુતુલ્ય ભાઇ અમારા ઘરમાં ૩પ૦ વર્ષથી આ પરંપરા છે. બાળપણથી જ કાનમાં સંગીત ગુજી રહ્યું છે. અમે લકી છીએ કે અમે જોઇન્ટ ફેમીલીમાં રહીએ છીએ. અમારા પર વર્ષથી સંગીત સંગીત સાથે જોડાયા છીએ આ ખુબજ દુ:ખદ સ્થિતિ છે કે લોકો એવું માને છે કે શાસ્ત્રીય સંગીત અમારી સમજમાં નથી આવતું અને કદાચ ટીવીના માઘ્યમથી પણ લોકોને સમજમાં નહી આવે માટે તેના સ્પોન્સર ઓછા થઇ જાય છે.

શાસ્ત્રીય સંગીત ને આપણે નિગ્લેટ કરીએ રહ્યા છીએ ફિલ્મી ગીતોને આપવો વધારે પ્રાધાન્ય આપીએ છીએ.અત્યારની યંગ પેઢી શીખવા માટે પણ તૈયારી ઓછી દર્શાવે છે. ઉપરાંત હાલ તાત્કાલીક કલ્ચર જોવા મળે છે. બધાને તરત જ પ્રસિધ્ધી જોઈએ છે માતા પિતા પણ એના જ લાગેલા છે કે તરત જ પ્રચાર પ્રસાર થઈ જાય અને ઈન્ડીયામાં પ્રસિધ્ધ થઈ જાય. સંગીતમાં રીહાઝ ખૂબ જરૂરી છે. સ્થિરતા માટે પણ રીહાઝ ખૂબ જરૂરી છે. હાલની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ નવા ગાયક આવે છે.પરંતુ થોડા સમયમાં તેમના કોઈ અતો પતો પણ નથી ત્યારે સંગીતમાં સ્થિરતા ખૂબ જરૂરી છે. નહિતો એક બે ગીત પૂરતા પ્રસિધ્ધી મેળવીને ગાયકો કંઈક ખોવાય જાય છે. અમે છેલ્લા ૫૨ વર્ષથી સ્ટેજ પર ગાય છીએ એ સ્થિરતા માટે શીખવું ખૂબ જરૂરી છે. તપસ્યા, સાધના કરવી સંગીતની ખૂબ જરૂરી છે. ખૂબ મહેનત કરીને અમે અહીયા પહોચ્યા છીએ અને આ સ્તરે આવીને પણ એવું લાગે છે કે હજુ કયાંય નથી પહોચ્યા હજુ ઘણુ શિખવાનું છે. અને યંગ જનરેશન જે થોડા ઘણા પ્રસિધ્ધ થાય છે. રીઆલીટી શોમાં તેમણે લાગે છે કે તેમણે ઘણુ મેળવી લીધું શીખવાની જરૂર જ નથી પણ એ વાસ્તવિકતા નથી જૂના સીંગરો જેવા કે રફી સાહેબ છે, લતાજી છે. આશાજી છે કિશોરકુમાર છે જેમને હજારો ગીતો ગાયા છે. અને અત્યારે પણ એ ગીતો કર્ણપ્રીય છે.લોકોને સાંભળવા ગમે છે. લોકો શાસ્ત્રીય સંગીતમા રસ લે છે. ઘણા પ્રોગ્રામો પણ શાસ્ત્રીય સંગીતને લઈને હવે થાય છે. પરંતુ વસ્તીના હિસાબથી જોઈએ તો લોકોનો રસ ઓછો લાગે પરંતુ પહેલાની સરખામીમાં જોઈએ તો લોકોનો રસ વધ્યો છે. પણ આપણે એવું પણ ન કહી શકીએ કે શાસ્ત્રીય સંગીત એક રીક્ષા ચાલક કે, પાનવાળો પણ ગાતો મળે કારણ કે શાસ્ત્રીય સંગીત હૃદયને સ્પર્શવા વાળુ સંગીત છે. આ સંગીત ચીપ નથી. અને ટેલીવીઝન માધ્યમોએ ખાસ રસ લેવો જોઈએ આ પ્રકારનાં શોને વધારે જોઈ પ્રસિધ્ધ કરવા જોઈએ ફિલ્મ મીડીયાઓ એ પણ રસ લેવો જોઈએ કે આપણા શાસ્ત્રીય સંગીતને આપણે કેવી રીતે આગળ ડેવલોપ કરી શકીએ અને કેવી રીતે લોકો સુધી વધારે પહોચાડી શકાય.

શાસ્ત્રીય સંગીતના આધારીત જેટલા પિકચરો પણ બન્યા છે. તેના ગીતો હજી સુધી કર્ણપ્રીય છે. તાનસેન હોય, બૈજુ બાવરા, જનક જનક પાયલ બાજે, મોગલે આશ્રમ, સુર સંગીત આ બધા પિકચરોના ગીતો આજે પણ લોકો પસંદ કરે છે.તે જમાનામા જે પણ ગીતો બનતા તે શાસ્ત્રીય સંગીત પર જ આધારીત છે. અને જે શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતો નથી તે આવે છે.ને જતુ રહે છે. આજકાલના ગીતો આવે છે.તે લોકોને યાદ પણ નથી રહેતા પહેલાના જમાનાના જે ગીતો છે. તે આપણે ૧૦૦ વાર પણ સાંભળીએ તે આપણને યાદ જ રહે છે. એજ ફરક છે. શાસ્ત્રીય સંગીતનો અમે ૫૨ વર્ષથી સ્ટેજ શો કરીએ છીએ અને દર વખતે સ્ટેજશો પહેલા અમે અમારા ગૂરૂને યાદ કરીએ છીએ. અમે આધ્યાત્મીક વિચારો સાથે માનીએ છીએ અને પ્રાર્થનાની તરીકે જ અને સંગીત જોઈએ છીએ. સંગીત અમારા માટે આરાધના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.