Abtak Media Google News

IPL ના બીજા ક્વોલિફાયર મેચમાં  રાજસ્થાનની ટીમ જીતની સ્થિતિમાં હતી પરંતુ છેલ્લે કોલકત્તાના બોલરો સામે ઘૂંટણિયે પડતા અને રહાણેની ભૂલને કારણે રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની સ્પર્ધામાંથી અંતે બહાર થઇ

IPL૧૧ની બીજી પ્લેઑફમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને ૨૫ રને પરાજય આપી એલિમિનેટરમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે આ હાર સાથે રાજસ્થાન ઈંઙકની બહાર થઈ ગઈ છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન દિનેશ કાર્તિકના ૫૨ અને આન્દ્રે રસેલના તોફાની ૪૯ રનની મદદથી ૭ વિકેટે ૧૬૯ રન બનાવ્યા હતા જેની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૪૪ રન જ બનાવી શકી હતી. આમ, હવે કોલકાતાનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે એલિમિનેટર મેચમાં થશે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે ટકરાશે.

અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગમાં ઉતરેલી ઊંઊંછએ મેચના બીજા જ બોલે સુનીલ નારાયણ (૪)ની વિકેટ ગુમાવી હતી. બાદમાં ત્રીજા ક્રમે આવેલો રોબિન ઉથપ્પા અને ચોથા ક્રમનો બેટ્સમેન નીતિશ રાણા ૩-૩ રન બનાવી આઉટ થતા કોલકાતાનો સ્કોર ૩ વિકેટે ૨૪ રન થઈ ગયો હતો. ઈંઙકમાં અત્યાર સુધી દરેક વખતે ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢનારા કેપ્ટન દિનેશ કાર્તિકે ફરી એકવાર બાજી સંભાળતા ૫૨ રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજા છેડે તેને સાથ આપતા શુભમન ગિલે ૨૮ રનની ઉપયોગી ઈનિંગ રમી હતી. ડેથ ઓવર્સમાં આન્દ્રે રસેલે વિસ્ફોટક ૪૯ રનની ઈનિંગ રમતા કોલકાતાએ ૨૦ ઓવરના ૭ વિકેટે ૧૬૯ રનનો સ્કોર બનાવ્યો હતો.

૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઓપનર રાહલુ ત્રિપાઠી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ રાજસ્થાનને જોરદાર શરૂઆત અપાવી હતી અને ૪ ઓવરમાં ૪૦ રન બનાવી લીધા હતા. ૪૭ રનના સ્કોરે ત્રિપાઠી(૨૦) આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા સંજુ સેમસને શાનદાર અર્ધ સદી નોંધાવી હતી. તેણે રહાણે (૪૬) સાથે બીજી વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. એક સમયે લાગતુ હતું કે, રાજસ્થાન આસાનીથી ટાર્ગેટ ચેઝ કરી લેશે પણ રહાણે-સેમસન જરૂરી રનરેટ પ્રમાણે રન બનાવી શક્યા નહોતા. તેમની વિકેટો પડ્યા બાદ આવેલા હેનરિક ક્લાસેને પણ ૧૮ બોલમાં માત્ર ૧૮ રન જ બનાવ્યા હતા. આખરે ૨૦ ઓવરના અંતે રાજસ્થાન ૬ વિકેટ હાથમાં હોવા છતા માત્ર ૧૪૪ રન બનાવી શકી હતી.આ જીત સાથે કોલાકાતા એલિમિનેટરમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. જણાવી દઈએ કે, પ્રથમ પ્લેઑફમાં હારેલી ટીમને એલિમિનેટરમાં સ્થાન મળતું હોય છે. પ્રથમ પ્લેઑફમાં ચેન્નઈ જીત સાથે સીધી ફાઈનલમાં પહોંચી હતી જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદને હવે કોલાકાતા સામે રમવાનું છે. આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપરકિંગ્સ સાથે ટકરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.