Abtak Media Google News

IPL ૧૧મા હવે નોકઆઉટ રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે. IPL ૧૧ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સ વતી રમી રહેલા બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

જ્યારે હરાજીની શરૂઆત થઈ ત્યારે બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે ૧૨.૫ કરોડમાં ખરીદ્યો હતો. આમ બેન સ્ટોક્સ IPL ૧૧માં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. IPL ૧૧માં બેન સ્ટોક્સે ૧૩ ઈનીંગ્સ રમી છે.

આ ૧૩ ઈનીંગ્સ દરમિયાન સ્ટોક્સે ૧૯૬ રન બનાવ્યા હતા. એટલે કે સ્ટોક્સના દરેક રનની કિંમત ૬ લાખ રૂપિયા થવા જાય છે. આ ઉપરાંત સ્ટોક્સે આ સિઝનમાં બોલીંગ પણ કરી અને આઠ વિકેટ ઝડપી હતી.

દરેક વિકેટની કિંમત ૧.૫૬ કરોડ થવા જાય છે.

સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સની પસંદગી પર ખરો ઉતર્યો નથી અને તેને લઈને ટીમમાં પણ ભારે ચણભણાટ જોવા મળી રહ્યો છે. સ્ટોક્સ પર રાજસ્થાન રોયલ્સે રમેલો જુગાર સફળ થયેલો જણાઈ આવી રહ્યો નથી.

સ્ટોક્સ પીચ પર આગ લગાડી શકવામાં નિષ્ફળ રહ્યો અને તેની ટીકા કોમેન્ટેટર્સ પણ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.