- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ*તંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા
આ*તંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ*તંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આ*તંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું.
આજે આ*તંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ*તંકવાદ વિરોધી શપથ લેવડાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવનમૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.
રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, સી.જી.એચ. અમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ*તંકવાદ વિરોધી શપથ લીધા હતા.