Abtak Media Google News

Table of Contents

  • લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું.

ગુજરાતની જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા વચ્ચે જંગ જામ્યો હતો. જુનાગઢમાં રાજેશ ચુડાસમા ફરી જીત મેળવશે કે હીરાભાઈ જોટવા બાજી પલટાવશે તે સમય જ કહેશે. મળતી માહિતી મુજબ જુનાગઢ ભાજપના રાજેશ ચુડાસમા જંગી મતથી આગળ નીકળી ગયા છે.

  • જૂનાગઢ લોકસભા સીટ પર 58.91 ટકા મતદાન

જુનાગઢ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 58.91 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જૂનાગઢમાં 54.47 ટકા, કોડીનારમાં 60.67 ટકા, માંગરોળમાં 62.96 ટકા, સોમનાથમાં 70.16 ટકા, તલાલામાં 60.31 ટકા, ઉનામાં 58.22 ટકા અને વિસાવદરમાં 46.58 ટકા મતદાન નોંધાયું હતું.

લોકસભા ચૂંટણી જૂનાગઢ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1962 – સી આર રાજા…   કોંગ્રેસ

1967 – વીરેન શાહ….  સ્વતંત્ર પાર્ટી

1971 – નાનજી ભાઈ વેકરિયા  ….કોંગ્રેસ

1977 – નરેન્દ્ર નથવાણી….  જનતા પાર્ટી

1980 – મોહનભાઈ પટેલ …..કોંગ્રેસ

1984 – મોહનભાઈ પટેલ….. કોંગ્રેસ

1989 – ગોવિંદભાઈ શેખડા …..જનતાદળ

1991 – ભાવના ચીખલિયા….. ભાજપ

1996 – ભાવના ચીખલિયા …..ભાજપ

1998 – ભાવના ચીખલિયા…. ભાજપ

1999 – ભાવના ચીખલિયા …..ભાજપ

2004 – જશુભાઈ બારડ …..કોંગ્રેસ

2009 – દિનુભાઈ સોલંકી…. ભાજપ

2014 – રાજેશ ચુડાસમા….. ભાજપ

2019 – રાજેશ ચુડાસમા……ભાજપ

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમનો કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશ સામે 1,50,185 મતોથી વિજય થયો હતો. રાજેશ ચુડાસમાને 54.51 ટકા અને પૂજાભાઈ વંશને 39.57 ટકા વોટ મળ્યા હતા.

જુનાગઢ લોકસભા બેઠક 11 ઉમેદવારો

1              રાજેશભાઈ ચુડાસ્મા…..     ભાજપા

2              હીરાભાઈ જોતવા…..         કોંગ્રેસ

3              જયંતિલાલ માંકડિયા       …..બસપા

4              અલ્પેશકુમાર ત્રાંબડિયા   …..લોગ પાર્ટી

5              ઈશ્વર સોલંકી…..             રાઈટ ટુ રિકોલ પાર્ટી

6              આરબ હાસમ સુમરા…..    અપક્ષ

7              ગોરધનભાઈ ગોહેલ…..     અપક્ષ

8              નાથાભાઈ ડાકી  ….. અપક્ષ

9              દેવેન્દ્રભાઈ મોતીવરસ      ….. અપક્ષ

10           ભાવેશ બોરીચાંગર          …. અપક્ષ

11           દાનસિંગ વાઢેર……          અપક્ષ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.