Abtak Media Google News

મુખ્યમંત્રીએ કોરોનાને નાથવા મારૂ ગામ કોરોના મુકત અભિયાન શરૂ કર્યું છે. જેમાં અનેક ગામો જોડાયા છે.ત્યારે આ મહિનાની શરૂઆતમાં મોડાસાની વર્જુ પ્રાથમિક શાળામાં શિક્ષક રાજીવ દરજીએ અરવલ્લી જિલ્લાનાં મેજરત તાલુકાના ઈસારી ગામમાં રહેતી એક યુવતી ક્રિશ્ર્ના ખારડીને ફોન કર્યો હતો. જે તેમની કોવિડ ડયુટીનો એક ભાગ હતો જેમાં તેઓ દર્દીને ફોન કરી તેની ખબરઅંતર પૂછે. ત્યારે તે યુવતીએ કહ્યું કે તે ઠીક છે. અને સ્વસ્થ થઈ રહી છે. વધુ પુછપરછ કરતા તેણીએ જણાવ્યું કે પિતા કોરોના પોઝીટીવ છે. અને તેમને ડોકટરે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. પરંતુ ઓકિસજન બેડ ઉપલબ્ધ નથી. ત્યારે શિક્ષકને લાગ્યું કે કંઈક કરવું જોઈએ ત્યારબાદ બીજે દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળી આવી કોરોના સંકટમાંથી મુકત થવા કંઈક કરવું જોઈએ તેવી ચર્ચા કરેલ.

જેના ભાગ રૂપે બ્લોક રિસોર્સ સેન્ટર અને કલસ્ટર રિસોર્સ સેન્ટરમાં ચર્ચા કરી હતી. અને વ્યવસ્થા કરવા ફંડ એકઠું કરવા તૈયારી બતાવી હતી. ત્યારે આજુબાજુનાં વિસ્તારના લોકો ગ્રામજનોએ મદદ કરી જેના ભાગરૂપે 24 કલાકમાં આશરે 18.45 લાખ રૂપીયા એકઠા થયા હતા. ત્યારે સાર્વજનીક પ્રાથમિક હોસ્પિટલના સુપ્રિડેન્ટએ જણાવ્યું હતુ કે આ ભંડોળના ઉપયોગથી અમે 10 નવા આઈસીયુ બેડ તૈયાર કરી દીધા છે. અને ટુંક સમયમાં શરૂ થઈ જશે હોસ્પિટલમાં હાલમાં આશરે 120 બેડની વ્યવસ્થા છે. જેમાં 16 આઈસીયુ બેડની વ્યવસ્થા છે. જયારે નવા 10 આઈસીયુ બેડનો વધારો થતા હાલમાં 26 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.