રાજકોટ: દશનામ ગોસ્વામી સમાજની 11 દિકરીઓ માંડશે પ્રભુતામાં પગલા

દશનામ ગોસ્વામી સમાજ અતિત નવનિર્માણ સેના તથા શિવ શોભાયાત્રા સમીતી દ્વારા રજવાડી અને જાજરમાન પ્રથમ સમુહ લગ્નોત્સવ તા. 26-11 ને શનિવારના રોજ પારિજાત પાર્ટી પ્લોટ  શેતલ પાર્ક, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ સામે, 1પ0 ફુટ રીંગ રોડ, ‘અબતક’  ની શુભેચ્છા મુલાકાતે આવેલા સંજયગીરી ગોસ્વામીની જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે પ્રથમ વખત સારા સમુહ લગ્નોત્સવ કરવાનું પ્રયાસ કરેલ છે.

જેમાં બપોરે 4 વાગ્યે સંતો મહંતોની હાજરીમાં બેન્ડ વાજા સાથે વરજાને ઘોડી ઉપર અને ક્ધયાઓને શાહી બગીમાં સામૈયું સાથે ત્યારબાદ રાત્રિના લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધી અનુસંધાન મિલન ભાઇ શાસ્ત્રી આચાર્ય પદેથી લગ્ન વિધી કરાવશે. જેમાં 11 દિકરીઓને 2.50 લાખની આસપાસ દાતાઓના સહયોગથી કરિયાવર આપેલ છે.

સમુહ લગ્ન ઉત્સવમાં સંત હસમુખગીરી જયંતિગીરી, સંજયગીરી ગોસ્વામી, રાજેશગીરી ગોસ્વામી, હસમુખગીરી ગોસ્વામી અને નિલુશભારથી ગોસ્વાહીએ કામગીરી સંભાળી રહ્યા છે.