રાજકોટ: 150 વિદ્યાર્થીઓ બન્યા ગાંધી, ભારતના નકશો બનાવી ગાંધી માર્ગે ચાલવાની કરી અપીલ

રાજકોટમા ગાંધી જયંતિને લઇ 150 વિદ્યાર્થીઓ ગાંધીજી બન્યા હતા. શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ ગાંધી જયંતિના આગલા દિવસે અનોખી ઉજવણી કરી હતી. ગાંધી બની ભારતનો નકશો બનાવ્યો હતો અને ગાંધીજીની રાહ પર ચાલવાની અપીલ કરી હતી. 150મી જયંતિ હોવાથી 150 વિદ્યાર્થીઓ પોતડી, લાકડી અને ચશ્મા પહેરી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી અને ગાંધી બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ભારતના નકશાના આકારમાં ઉભા રહી ભારત દેશનો નકશો બનાવ્યો હતો અને એક ભારત અને ભારતમા એકતાનો સંદેશો પાઠવ્યો હતો.ગાંધીજીના આદર્શો, સિદ્ધાંતો પર ચાલીને મુશ્કેલી દૂર કરો, દરેક સમસ્યાનું સમાધાન ગાંધી માર્ગે ચાલવાથી મળે તેવો સંદેશો પાઠવ્યો હતો.