રાજકોટ: ચારણ-ગઢવી સમાજના સમૂહ લગ્નોત્સવમાં 19 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ-રાજકોટ દ્વારા 31મોં સમૂહ લગ્નોત્સવ મહોત્સવ: દીકરીઓને 90થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરમાં અપાઈ

શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ – રાજકોટ દ્વારા 19 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા 31માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં પૂજ્ય આઈશ્રી કંકુ કેશરમાંએ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજકોટ ખાતે3 યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 19 દીકરીઓને કરિયાવરમાં 90થી વધુ ચીજ વસ્તુઓ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. ઉપરાંત કુંવરબાઈનું મામેરું સહિતની સરકારી યોજનાઓનો પણ લાભ આપવામાં આવ્યો હતો. શ્રી સોનલ મા સેવા સહાય ટ્રસ્ટ-રાજકોટ ચારણ ગઢવી સમાજના દરેક પ્રશ્ને ઉભું રહેતું સામાજિક સંગઠન છે. આ સામાજિક સંગઠન 30 સમૂહ લગ્નોત્સવ યોજી ચૂક્યા બાદ રવિવારે શ્રી સોનલ મા સેવા સહાય ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે 31 માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં રાજ્યભરમાથી 19 દીકરીઓના ભવ્ય લગ્ન કરાવવામાં આવ્યા હતા. શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવમાં 19 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા માટે આઈશ્રી કંકુ કેસરમાંએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

સમૂહ લગ્નોત્સવમાં 19 દીકરીઓને આયોજકોએ વિશાળ હૃદય રાખી કરિયાવરની આશરે 90 કરતા વધારે વિવિધ ચીજ વસ્તુઓ ઉપરાંત ટીવી, ફ્રીજ તથા સમિતિ તરફથી રૂપિયા 11,000 રોકડા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમૂહ લગ્નનો ભાગ બનેલા નવદંપતીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરુ, સાત ફેરા યોજના સહિતનો લાભ મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટ દ્વારા તમામ નવદંપત્તિઓને મેરેજ સર્ટિફિકેટ પણ સરળતાથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ગત રવિવારે રાજકોટના આહીર ચોક નજીક યોજાયેલા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં સમાજના વિવિધ શ્રેષ્ઠિઓએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. શ્રી સોનલમાં સેવા સહાય ટ્રસ્ટ આયોજિત ચારણ ગઢવી સમાજના 31માં સમૂહ લગ્નોત્સવનું રંગે ચંગે સમાપન થયું હતું.

ભગીરથ કાર્યમાં સોનલમાઁના સતત આશિર્વાદ મળ્યા : આઈ શ્રી કંકુ કેસર માં

આઈ શ્રી કંકુ કેસરમાઁએ જણાવ્યું હતું કે, અમારા પર આઈ શ્રી સોનલમાઁના આશીર્વાદ છે. અનેક લોકોએ આ સમૂહ લગ્નમા સાથ સહકાર આપ્યો છે.  આ કાર્ય કરવામાં હરખ,ઉલ્લાસ અને ભાવના સાથે મળી 31મા સમૂહ લગ્ન સફળ બનાવ્યા છે. સોનલ માંના આશીર્વાદ અને કૃપા હમેશા અમારી પર રહી છે. માં ને પ્રાર્થના કરીએ છી કે સમાજની સેવા કાર્યમાં બધા સાથે મળી આવું રૂડું કાર્ય કરવાની શક્તિ આપે. આજે 19 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આ ભગીરથ કાર્ય જે સમાજના આગેવાનોએ કર્યું છે તેમની ઉપર માઁના આશિર્વાદ હંમેશા રહેશે.

હાલ સુધીમાં 1 હજારથી વધું દીકરીઓના લગ્ન ટ્રસ્ટના નેજા હેઠળ થયા : આણંદભાઈ પાલીયા

સમૂહ લગ્નના આયોજક સમિતિના આણંદભાઈ પાલીયાએ જણાવ્યું હતું કે, અમે 1993થી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. 31માં સમૂહ લગ્નમાં સમાજસેવી લોકોએ તન, મન, ધનથી મદદ કરી છે. દાતાઓ અલગ અલગ વસ્તુ દાન આપે છે. 19 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં છે અમારા ટ્રસ્ટ દ્રારા સમૂહ લગ્નનું આયોજન કરી અત્યાર સુધીમા એક હજાર ની આસપાસ લગ્ન થયા છે. સમાજના તમામ લોકોએ ખુબ સાથ સહકાર આપ્યો છે. કરિયાવરમા 93 જેવી વસ્તુ આપવામાં આવી છે. કલર ટીવી, ફ્રીઝ, ગેસનો ચૂલો સહિત અનેક વસ્તુ કરિયાવરમા આપી છે સાથે 11000 રૂપિયા સમિતી તરફથી રોકડા આપવામાં આવ્યા છે. સમૂહ લગ્નમાં કુંવરબાઈ નું મામેરું, સાતફેરા યોજનાનો લાભ  આપવામાં આવ્યો છે.

સમાજસેવીઓએ તન, મન, ધનથી મદદ કરી: રણજીતદાન ઇસરાણી

સમૂહ લગ્નના આયોજક સમિતિનાસમૂહ લગ્નના આયોજક સમિતિના રણજીતદાન ઇસરાણીએ જણાવ્યું હતું કે, 31માં સમૂહ લગ્નનું અમારી સમિતી દ્રારા ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. અમારી પર માંના આશીર્વાદ છે. માઁની કૃપા હંમેશા અમારી પર રહે છે તેથી જ આવું સરસ આયોજન કરવું શક્ય બન્યું છે. સમૂહ લગ્નમાં સમાજસેવી લોકોએ તન મન ધન થી મદદ કરી છે