રાજકોટ: 207 જળાશયો 81.48 ટકાથી વધુ ભરાયા સરદાર સરોવરમાં 90.77 ટકાથી વધુ જળસંગ્રહ

95 જળાશયો હાઇ એલર્ટ પર, 16 ડેમ એલર્ટ પર

રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 100.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 155.36 ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના જળ સંપતિ વિભાગના ફ્લડ સેલ ધ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યના 207 જળાશયો માં  સુધીમાં 81.48 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 90.93 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સરદાર સરોવર જળાશયમાં 30,32,46, એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે. અને 206 જળાશયોમાં 4,27,211 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે. રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે 57 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. જ્યારે 72 જળાશયો સરદાર સરોવર સહીત 70 ટકાથી 100 ટકા વચ્ચે, 29 જળાશયો 50 ટકાથી 70 ટકા વચ્ચે, 22 જળાશયો 25 ટકાથી 50 ટકા વચ્ચે, અને 28 જળાશયો 24 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના 56 જળાશયો 100 ટકાથી વધુ અને 39 જળાશયોમાં 90 ટકાથી 100 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, 16 જળાશયોમાં 80 ટકાથી 90 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા 19 જળાશયોમાં 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.