રાજકોટ: પેલેસ રોડ પર 21 જ્વેલર્સોએ માર્જીન-પાર્કિંગમાં ખડકી દીધા દબાણ!

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત પેલેસ રોડ પર માર્જીન-પાર્કિંગમાં 22 સ્થળે ખડકાયેલા દબાણો દૂર કરી 5700 ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાવાઇ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના પેલેસ રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સોની વેપારીઓએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં સાઇન બોર્ડ, ઓટલા સહિતના દબાણો ખડકી દીધા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. 21 જ્વલેર્સ સહિત કુલ 22 લોકોએ ખડકેલા દબાણો દૂર કરી 5700 ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.7માં આવેલા પેલેસ રોડ પર ફૂટપાથ, એલઓપી અને માર્જીન તથા રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશનમાં લક્ષ્મી જ્વેલર્સ, સોનલ જ્વેલર્સ, રૂપ જ્વેલર્સ, ધાર્મિક જ્વેલર્સ, વ્રજેશ્ર્વર જ્વેલર્સ, ભુમી જ્વેલર્સ, હર્ષદ જ્વેલર્સ, શ્રી રાધે જ્વેલર્સ, એફ.એમ. ચશ્માવાલા, એમ.ખીમજી જ્વેલર્સ, મણીદીપ જ્વેલર્સ, વૃજલાલ ખુશાલદાસ જ્વેલર્સ, સોહન જ્વેલર્સ, બાલક્રિશ્ર્ના જ્વેલર્સ, શ્રી રામ જ્વેલર્સ, રારા જ્વેલર્સ, મનોજકુમાર ખુશાલદાસ જ્વેલર્સ, જયંતભાઇ ખુશાલદાસ જ્વેલર્સ, જયદીપ જ્વેલર્સ, રાજશ્રૃંગી કોમ્પ્લેક્ષ, જીજ્ઞેશ જ્વેલર્સ, મધુરમ જ્વેલર્સ સહિતના આસામીઓએ ખડકેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.