રાજકોટઃ કોરોનાની મહામારીને આમંત્રણ આપતા ૭૭૨ લોકો દંડાયા, ૯૯ સામે ફરિયાદ

0
29

રાત્રિ કર્ફયુનો ભંગ કરતા 99 લોકો સામે ફરિયાદ: 45થી વધુ ઉંમરના લોકો રસીકરણ 

અભિયાનમાં જોડાય અને સૌ સાથે મળી કોરોનાને હરાવીએ: મનોજ અગ્રવાલ 

હાલના કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ  શહેર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે જેમા સરકારશ્રીની માર્ગદર્શીકાનુ જાહેર જનતા ચુસ્તપણે પાલન કરે તેમજ કર્ફયુ નિયમનુ ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહેલ છે જેમા તા.16/04/2021 ના  શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ – 149 કેસો, સોશ્યલડીસ્ટનસ ભંગના કુલ – 46 કેસો, જાહેરમા માસ્ક નહી પહેરના કુલ 722 લોકોને રૂ.7,22,000/- દંડ, જાહેરમા થુંકનાર કુલ 26 લોકોને 13,000/- દંડ કરવામા આવેલ છે તેમજ તા.16/4/2021 ના કલાક 20/00 થી તા.17/4/2021 ના કલાક 06/00 કર્ફયુ સમય દરમ્યાન કર્ફયુ નિયમનો ભંગ અંગેના કુલ – 99 કેસો કરવામા આવલ છે.

પોલીસ જે હંમેશ માટે  શહેરની જાહેર જનતાની સુરક્ષા માટે ખડેપગે રહેલ છે રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉપરોકત કરવામા આવેલ કેસો જોતા હાલની કોરોના વાયરસની મહામારી નો ફેલાવો વધવા પામેલ છે તેમ છતા લોકો જાહેર જીવનમા બેદરકારી દાખવતા મળી આવે છે જે ખુબજ ચીંતાજનક કહી શકાય જેથી  હાલની પરીસ્થીતીમા રાત્રી કર્ફયુ અમલમા હોવા છતા ધણા લોકો રાત્રીના સમયે વોકીંગ તથા સાયકલીંગ કરતા મળી આવે છે જેઓ વિરૂધ્ધ પણ  શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે જેથી જાહેર જનતાને સરકારશ્રીની માર્ગદર્શીકાનુ તેમજ કર્ફયુનુ ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામા આવે છે.

કોરોના વાયરસ જે લોકો એકબીજાના સંપર્કમા આવતા તેનો ફેલાવો થાય છે જેથી લોકો એકબીજાના સંપર્કમા આવવાનુ ટાળે તો કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય છે   શહેર પોલીસ દ્વારા પણ સોસાયટી તથા એપાર્ટમેન્ટના સી.સી.ટી.વી ફુટેજ સમયાંતરે ચેક કરવામા આવશે અને જેમાં પણ કોઇ નિયમ ભંગ થતો જણાય આવશે તો તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેજ રીતે સોસાયટી તથા એપાર્ટમેન્ટ ના પ્રમુખશ્રીઓ એ પોતાની સોસાયટી તથા એપાર્ટમેન્ટમાં હાલમા કોરોના વેકસીન ના કાર્યક્રમો ચાલુમા છે જેમા 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેકસીન લે.

તેમજ હાલના કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જેમાં જાહેર જીવનમા લોકો લારી, ગલ્લા તથા દુકાનો ખાતે સોશ્યલડીસ્ટન્સ નો ભંગ કરી અને એકઠા થઇ ઉભા રહેલ જોવામાં આવે છે અને જેમા લારી, ગલ્લા તથા દુકાનદારોએ પોતે પણ પોતાના ધંધાના સ્થળે લોકો સોશ્યલડીસ્ટન્સનું પાલન કરે તે જોવાનું રહે છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા આવી કોઇ લારી, ગલ્લા કે દુકાનો ખાને ચેકીંગ સમયે સરકારશ્રીની માર્ગદર્શીકાનુ ભંગ થયેલ જોવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આર.એમ.સી. ના નિયમનો ભંગ થયેલ જોવામાં આવશે તો તેવા ગલ્લા તથા દુકાનો જે સાત દિવસ માટે સીલ કરવા કાર્યવાહી કરવામાં આવશે.કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકો એકબીજાના સંપર્કમાં ન આવે તો સંક્રમણ અટકાવી શકાય છે જેથી લોકોએ પોલીસ સ્ટેશન આવવાના બદલે ફોનથી સંપર્ક કરી તેમજ જાહેર કરવામાં આવેલ ઇ-મેઇલ આઇ.ડી. ઉપર પોતાની ફરીયાદ અરજી કરી શકે છે અને વધુમા વધુ તેનો ઉપયોગ કરી અને શકય હોય ત્યા સુધી કોઇ પણ જગ્યાએ રૂબરૂ આવવાનુ ટાળી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સહયોગ કરવા અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here