Abtak Media Google News
  • સ્પે. પીપી તરીકે યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ રૂ.1 ટોકન લઈ પિડીતોને ન્યાય અપાશે
  • વિકટીમ તરીકે બાર એસોસીએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુ કાનૂની લડત લડશે

રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક ટીઆરપી  ગેમ ઝોનમા  ગત શનિવારે  સાંજે આગ લાગવાની દુર્ઘટનામાં 28 નિદોર્ષની જીંદગી હણી લેવાના કાંડમાં ઝપાયેલા  બે શખ્સોને  અદાલતે 14 દિવસની રીમાન્ડ પર સોપતો હુકમ કર્યો છે.

રાજકોટ સહિત રાજયભરમાં હાહાકાર  મચાવનાર ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દુર્ઘટનામાં 28 થી વધુ લોકોના ભોગ લીધા છે. આ ઘટનાની રાજય સરકાર દ્વારા હતભાગી પરિવારજનોને ન્યાય માટે  માનવીય અભીગમ સાથે સ્પે. પી.પી. તરીકે  સૌરાષ્ટ્રના  ખ્યાતનામ યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણુંક  કરી છે. તેઓ માત્ર ટોકન રૂપે  રૂ.1 ફી લેશે જયારે વિકટીમ વતી બાર એસો. વતી  સુરેશ ફળદુ  કાનુની લડત આપશે.

રાજકોટ તાલુકા પોલીસ મથક દ્વારા જવાબદારો સામે કલમ 304 હેઠળ ગુનો નોંધી નીતીન મહાવીર પ્રસાદ લોઢા, રાહુલ લલીત રાઠોડ અને યુવરાજસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરી ત્રણેય આરોપીઓને 14 દિવસ ના રીમાન્ડ રીપોર્ટ સાથે 14 મુદા રીમાન્ડના કારણો આગળ ધરી અદાલતમા રીમાન્ડની માંગણી કરવામા આવેલ જેમા બાર એશોશીયેશનના ઈતીહાસમાં પ્રથમ વખત કે જેમા રાજકોટ બાર એશોશીયેશનની પુરી બોડી વકીલતનામામા સહી કરી વિનામુલ્યે ભોગ બનનાર પરીવારના આસુ લુછવા અને મૃતકોને ખરા અર્થમા શ્રધ્ધાંજલી અર્પવા વિકટીમ વતી વકીલાતનામુ રજુ કર્યું હતું. ગેમ ઝોનમા રહેલ સ્ટાફ સબંધે તથા ગેમ ઝોનમા રમી રહેલ બાળકો સ્વજનો સબંધે કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, નાના બાળકો કે જે સંપુર્ણ બળી ગયેલ છે. ઘટનામા મુખ્ય જવાબદારો જુદા જુદા તંત્રો છે. જેમા કોર્પોરેશન, પોલીસ, પી.જી.વી.સી.એલ., પુરવઠા વિગેરે ધ્વારા પ્રથમ થી જ સખ્તાયથી કામગીરી હાથ ધરેલ હોત તો કદાચ ને આવી કરૂણ ઘટના ઘટેલ ન હોત, આવી કરૂણ ઘટના ઘટે ત્યારે જ તંત્ર સફાળા જાગી ફરી સુઈ જતા હોય છે ત્યારે તેઓને આરોપી તરીકે ન લેવા કે ડીસ્મીસ ન કરવા તે ફરી આવી ઘટનાને આમંત્રણ આપવા બરાબર ગણી શકાય ત્યારે ન્યાયીક નીર્ણય માટે 14 દિવસ ની રીમાન્ડ અનીવાર્ય હોવાની લંબાણપુર્વક રજુઆતો કરવામા આવેલ.

કલાક તમામ પક્ષેની રજુઆતો, ગુનાની ગંભીરતા લઇ આરોપીઓના આગામી તા.10/06/2024 ના સાંજના ક્લાક 05:00 સુધીના 14 દિવસ ના રીમાન્ડ પર સોપતો હુકમ ફરમાવવામા આવ્યો છે.

આ કેસમાં સ્પે.પી.પી. તરીકે યુવા એડવોકેટ તુષાર ગોકાણી જ્યારે ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ દ્વારા દલીલ કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.