રાજકોટ: રખડતા-ભટકતા 124 ઢોરને ડબ્બે પુરાયા

રાજકોટ મહાનગરપાલિકાની  ઢોર પકડ પાર્ટી  દ્વારા  શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. કોઠારીયા ગામ, કોઠારીયા સોલવન્ટ, શ્યામ પાર્ક, સ્વાતી પાર્ક, ગુલાબનગર, પરશુરામ ચોક, માંડા ડુંગર, માનસરોવર તથા આજુબાજુમાંથી 34  પશુઓ, નંદા હોલ,  વિગેરે વિસ્તારોમાંથી 4   પશુઓ, મવડી, સંસ્કાર સીટી, સરધાર ચોક, મોટા મૌવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પુનીતનગર, રંગોલી પાર્ક તથા આજુબાજુમાંથી 19   પશુઓ, રૈયા ચોકડી, રૈયા ગામ તથા આજુબાજુમાંથી 13  પશુઓ, વૈશાલીનગર, ભોમેશ્વર તથા આજુબાજુમાંથી 6  પશુઓ, રેલનગર તથા આજુબાજુમાંથી 8  પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 124 પશુઓ પકડવામાં આવેલ છે.