રાજકોટ: પરાપીપળીયા ગામ ખાતે 60 બેડની બી.એ.ડાંગર કોવીડ હોસ્પીટલ કાર્યરત થશે,ઓકસીજન સાથેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

0
43
????????????????????????????????????

10 બેડ આઇ.સી.યુ સહિત તમામને ઓકસીજન સાથેની
આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે 

કોરોના મહામારીના કપરા સમયે દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સતત નવી આધુનિક સગવડો સાથેની હોસ્પીટલો તૈયાર થઇ રહી છે. જેથી કોવીડ-19ના દર્દીઓને વધુમાં વધુ સુવિધા સાથેની સારવાર સુલભ બનાવી શકાય. આ અન્વયે રાજકોટની ભાગોળે આવેલ પરાપીપળીયા ગામ ખાતે 60 બેડની ઓકસીજન અને સાથેની નવી શ્રી બી.એ.ડાંગર હોસ્પીટલ કોવીડ-19ના દર્દીઓની સારવાર માટે ટુંકાગાળામાં શરૂ થઇ રહી છે.

1400 લીટર ઓકસીજનની કેપસીટી સાથે 1 ટનની ટેન્ક, 200 લીટર બે ટાંકી સહિત 60 બેડની આ હોસ્પીટલમાં 10 બેડ આઇ.સી.યુ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. તમામ 60 બેડ પર પુરતા પ્રમાણમાં ઓકસીજનની ઉપલબ્ધતા સાથે 4 મેડીકલ ઓફિસર, ટ્રેઇન્ડ નર્સ અને પેરામેડીકલ સહિત કુલ 50 આરોગ્ય કર્મીઓનો સ્ટાફ કોવીડ-19ના દર્દીઓની સારવાર માટે 24ડ7 હાજર રહેશે. આ હોસ્પિટલમાં ડો.અક્ષય જાદવ, ડો.ઓમ દેવસિંહ ગોહિલ, ડો. સોહમ દેસાણી સેવા આપશે  અને આ માટે ટ્રસ્ટીશ્રી જનકભાઇ મેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here