Abtak Media Google News
  • ‘વન – નેશન,વન ચલાન’ થી મેમો સિસ્ટમ ઓનલાઇન : ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને મેમો મોબાઈલમાં જ આવી જશે 
  • શહેર ટ્રાફિક પોલીસ  ઈ – મેમોની ઉઘરાણી કરવા ઉતરશે મેદાને

શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકો ઉપર 995 કેમેરા બાજ નજર રાખવાના છે. જો કોઈ વાહન ચાલક દ્વારા સિગ્નલનો ભંગ કે રોંગ સાઈડમાં વાહન હંકાવવામાં આવશે તો ફરી તેમનો ફોટો પાડી તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. જ્યારે આ ટ્રાફિક ભંગ કરનાર વાહન ચાલકોને તેના મોબાઈલ પર જ ચલણ મોકલવામાં આવશે અને તે વાહન ચાલક તેમનાથી જ દંડ ની રકમ ભરી શકશે.જ્યારે ચારે ચાર થી વધુ ઈ મેમો નહિ ભરનાર વાહન ચાલકોના વાહન ડીટેઈન કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવવાની છે.

અત્યાર સુધી રસ્તા ઉપર વાહન અટકાવીને ટ્રાફિક પોલીસ નિયમભંગ કર્યાની જાણ કરીને દંડ વસુલતી આવી છે. પરંતુ હવે વાહનચાલકને રોક્યા વગર જ સીસીટીવીથી નિયમભંગની નોંધ કરીને મોબાઈલ ફોનથી મેમો મોકલી દંડની વસુલાત ઓનલાઈન પેમેન્ટથી કરવામાં આવશે.જેમાં કેન્દ્ર સરકારના રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા વન નેશન, વન ચલાન યોજના અમલમાં મુકવામાં આવી છે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિને ચારથી વધુ ઈ મેમો નહીં ભર્યા હોય તો તેના વાહનને ડીટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં જ્યારે ઈ ચલણ મામલે રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ એ ’ અબતક ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાઇબર ફ્રોડનાં વધતા જતા ગુનાથી લોકોને બચવા માટે ઈ ચલણ જે તે નક્કી કરેલ સ્થળ પર જ જઈને ભરે તેવી અપીલ કરી છે.

દિન પ્રતિ દિન થતા વિકાસની સાથે ગુજરાત સરકાર ટ્રાફિક નિયમભંગ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં આગળ ધપી રહી છે. અત્યાર સુધી મોટાભાગે ટુ વ્હીલર ચાલકોને સ્ટોપલાઈન કે સિગ્નલ ભંગ અને હેલમેટ નહીં પહેરવાના ત્રણ નિયમ તોડવા બદલ ઈ-ચલાન મોકલવામાં આવતા હતા. હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કુલ 16 નિયમોના ભંગ બદલ અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં લગાવેલા 6200 કેમેરાથી ટુ વ્હીલર અને કાર ઉપરાંત ઓટો રિક્ષાને કે જે ટ્રાફિક નિયમનો ભંગ કરે તેને ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકને રોક્યા વગર જ નિયમભંગનો દંડાત્મક મેમો વસુલવા માટે આયોજન કરી ચૂકી છે.

ચારથી વધુ ઈ મેમો નહિ ભરનાર 1500 જેટલા વાહન કરાશે ડીટેઈન

ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટમાં ચારથી વધુ ઈ મેમો નહી ભરનાર વાહન ચાલુકોના વાહન ડીટેઇન કરવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી જે મંજૂરી કોર્ટ દ્વારા ટ્રાફિક શાખાને આપી દેવામાં આવી છે. જેથી ચારથી વધુ ઇ મેમો નહીં ભરનાર 1500 થી પણ વધુ જેટલા વાહનોને ડીટેઇન કરવાની કામગીરી થોડા સમયમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જ્યારે જો તે વાહન ચાલક દ્વારા દંડની ભરપાઈ કરી દેવામાં આવશે તો તેમના વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

 

સાયબર ફ્રોડથી બચવા લોકોને કંટ્રોલ રૂમ પર આવી ઇ મેમો ભરે છે : ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ

Screenshot 22 1

રાજકોટના પ્રથમ મહિલા ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધવા પામ્યા છે.ત્યારે લોકોને ઈ ચલણ મોબાઈલ ઉપર મળી રહે છે પરંતુ સયબર ક્રાઈમ ને અંજામ આપતા ગઠીયાઓ દ્વારા લોકોને ખોટા મેસેજ કરી લિંક મોકલી તેમાંથી તેના ખાતા ખાલી કરી દેવામાં આવે છે જેથી તે વાહન ચાલકોને જે તે નક્કી કરેલા સ્થળ પર જ ઈ ચલણ ભરવા માટે ડીસીપી પૂજા યાદવ એ અપીલ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.