Abtak Media Google News

દારૂ પીવાની ટેવના કારણે દંપતી વચ્ચે  ઝઘડા થતા: પત્નીના ઘરે જઈ તોડફોડ કર્યાના આક્ષેપ 

માલવિયા કોલેજ અને માલવિયા પેટ્રોલ પંપના સંચાલક વિશાલ મનોજભાઈ શાહ વિરૂદ્ધ તેની પત્ની તન્વીબેને ત્રાસની ફરિયાદ નોંધાવી છે, તપાસ જારી રાખી છે.એ જી, સોસાયટી શેરી નં.પમાં સુપાર્શ્વ બંગ્લોમાં પિતા બિપીનભાઈ ઘાટલિયા સાથે રહેતા તન્વીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, 2005માં તેના લગ્ન થયા હતા. દામ્પત્ય જીવનમાં એક પુત્રી ફ્રેયાની પ્રાપ્તિ થઈ હતી. જે હાલ 12 વર્ષની છે. થોડા સમય સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. પરંતુ બાદમાં પતિ દારૂ અને માંસ-મટન ખાતો હોવાની ખબર પડતા આ બાબતે સમજાવવા જતાં પતિ તેની સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. પણ ફરિયાદ કરી હતી, પરંતુ પતિ તેમનું સાસુ-સસરાને માનતો ન હતો. ઉલ્ટાનું તેનો પતિ તેના સસરાને પણ મારકૂટ કરી લેતો હતો. પતિના ત્રાસથી બે વખત રીસામણે ગયા હતા. પરંતુ બંને વખત પતિ સમાધાન કરી તેડી જતો હતો.

સાસરે ગયા બાદ થોડો સમય પતિ સારી રીતે વર્તન કરતો, બાદમાં દારૂ પી આવી તેને મારકૂટ કરી ત્રાસ આપતો હતો. જેને કારણે 2014ની સાલમાં તેણે પતિ, સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસમાં ત્રાસ ઉપરાંત દહેજધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. આખરે ગઈ તા.18/42015ના રોજ ઘરમેળો સમાધાન થઈ જતાં હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવી હતી.

આમ છતાં પતિનો ત્રાસ ચાલુ રહેતા 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાંતે માવતર સાથે રહેતી હતી. આમ છતાં પતિ દરરોજ તેની અને તેની પુત્રી સાથે ફોન પર વાતો કરતો હતો. જેમાં તેને એવું કહેતો હતો કે, મારી ભૂલ થઈ ગઈ હવે પછી આવું નહીં થાય, તું મને મળવા આવ. જેથી પુત્રીને લઈને પતિને મળવા માલવિયા પેટ્રોલ પંપે ગયા હતા. જ્યાં પતિએ દારૂ કે માંસ મટનને હાથ નહીં લગાડું, હવે હું સુધરી ગયો છું, તને કોઈપણ પ્રકારનો ત્રાસ નહીં આપે તેવી વાત કરતા તેણે પોતાના માતા-પિતાને પૂછવું પડશે તેમ કહ્યું હતું.

ત્યારબાદ તેણે માતા-પિતાને આ વાત જણાવતા તેણે કહ્યું કે, જો તારો ઘર-સંસાર સુધરતો હોય તો લગ્ન કરાવવામાં તેમને કોઈ વાધો નથી, જેથી બીજા દિવસે પતિને ઘરે બોલાવ્યા હતા. જ્યાં લગ્ન બાબતની ચર્ચા થઈ હતી. એટલું જ નહીં તેના પતિએતેના માતા-પિતા પાસે પોતાની ભૂલ સ્વીકારી હતી. આખરે તેના માતા-પિતાની સહમતિથી જૂન-2020માં તેણે મોટાવડા ગ્રામપંચાયતમાં બીજી વખત લગ્ન કર્યા હતા.

લગ્નના થોડા સમય સુધી ઘર-સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિએ ફરીથી પહેલાની જેમ દારૂ ઢીંચી ઘરે આવી તેની સાથે ઝધડા અને તેની સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. જેને કારણે છેલ્લા છએક માસથી માવતરને ત્યાં રીસામણે છે.

ગઈ તા.19 માર્ચે તેના ઘરે મહેમાન આવતા તેમની સાથે કાલાવડ રોડ પરની રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. પાછળથી તેનો પતિ કોઈ શખ્સ સાથે તેના ઘરે ધસી આવ્યો હતો અને જ્યાં ફ્રેયા-ફ્રેયાની બૂમો પાડી ઘરમાં જઈ પાર્કિંગમાં પડેલ બુલેટ, એક્ટિવા, સ્કૂટી અને સાઈકલને પછાડી નાખ્યા હતા. એટલું જ નહીં મકાનની બારીના કાચ ઈંટોના ધા કરી તોડી નાખ્યા હતા. ઘરે આવ્યા બાદ તેણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. બાદમાં યુનિવર્સિટી પોલીસ મથકે જઈ તેના પિતાએ અરજી આપી હતી. આ પછી મહિલા પોલીસમાં અરજી આપતા પોલીસે બંનેને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું, પરંતુ તેના .  પતિનો સ્વભાવ ક્રોધી હોવાથી તે સમાધાન માટે રાજી થયા ન હતા. પતિ ફરીથી તેને ત્રાસ આપશે તેવો ભય લાગતા આખરે ફરિયાદ નોંધાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.