Abtak Media Google News

એક માસમાં 1186 જાહેરનામા ભંગના અને સોશિયલ ડિસ્ટન્સ ભંગના 104 કેસ કરી 976 વાહન ડીટેઇન કરાયા

અનલોક-11માં રાત્રે 9થી સવારના 6 સુધી કરફયુનો ચુસ્ત અમલ કરાવાશે

કોરોના મહામારીમાં ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અનલોક-10 દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી કામગીરી અને અનલોક-11 માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગ દર્શીકાનો અમલ કરાવવામાં આવશે. તેમ પોલીસ કમીશ્ર્નર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. અનલોક-10 દરમિયાન એક માસમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતાં 871 વ્યક્તિઓ પાસેથી રૂ.8.71 લાખનો દંડ વસૂલ કર્યો છે. એક માસમાં 1186 સામે જાહેરનામા ભંગના અને 104 જેટલા સોશ્યલ ડીસ્ટન્સના કેસ કર્યા છે. 976 વાહન ડિટેઇન કરી જાહેરમાં થુંકવા અંગે 354 વ્યક્તિઓ પાસેથી રૂ.1.76 લાખનો દંડ વસૂલ કર્યો છે. અનલોક-11મા પણ પોલીસ દ્વારા સરકારની માર્ગ દર્શિકાનો કકડ અમલ કરવામાં આવશે.

સમગ્ર રાજકોટ ર્શહેર પોલીસ કમિશ્ર્નરેટ વિસ્તારમા સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવાપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરેટ વિસ્તારમા જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીની પુર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય તેવા કોઇ આયોજન કરવા નહી કે આવા આયોજનમા વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.

ક્ધટેઇન્મેન્ટ ઝોનની બહાર નિયત કરવામા આવેલ એસ.ઓ.પી. પ્રમાણેનુ ચુસ્તપણે પાલન કરવામાં આવેલ એસ.ઓ.પી. પ્રમાણેનું ચુસ્તપણે પાલન કરવાની શરતે તમામ પ્રવૃતિ ચાલુ રાખી શકશે.

જાહેરમા, કામના સ્થળે, મુસાફરી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરી રાખવું તેમજ જાહેર સ્થળોએ સામાજીક અંતર જાળવવુ દુકાનોમા પણ ગ્રાહકો વચ્ચે અંત્ર જાળવવું.

અધોગિક, વાણીજય એકમો, કારખાનાઓ, ઓફિસો તેમજ અન્ય કામકાજના સ્થળોએ કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે સાધનો જેવા કે માસ્ક, સેનેટાઇઝર વિગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે અને સોશ્ીયલ ડીસ્ટન્સ જાળવવાનુ રહેશે તેમજ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવાનું રહેશે.

કનટેન્ટમેન્ટ ઝોનની બહાર બંધ સ્થળો જેવા કે હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરેન્ટ, ઓફીટોરીયમ, કમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે સ્થળે સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવે ત્યારે યોગ્ય સામાજીત અંતર જાળવાનું રહેશે.

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે, થર્મલ સ્ક્રીનિંગ, ઓકસીમીટર, સેનેટાઇઝરની સગવડતા પુરી પાડવાની રહેશે, સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે, હેન્ડવોશ, સેનેટાઇઝરની સુવિધાનો ફરજીયાત તમામે અમલ કરવાનો રહેશે તેમજ સમારંભ દરમિયાન થુંકવા તેમજ પાન મસાલા ગુટખાના સેવન પર સંપુર્ણપણે પ્રતિબંધ રહેશે, 65થી વધુ વયના વયસ્ક નાગરીકો તથા 10 વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહીલાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડિત વ્યક્તિઓ આ પ્રકારના સમારંભમા ભાગ ન લે તે સલાહભર્યુ છે, આરોગ્યસેતુ એપનો ઉપયોગ થાય તે હીતાવહ રહેશે, બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે જરૂરી અંતર જાળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે. બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે જરૂરી અંતર જાળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે, તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુરત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાના રહેશે.

ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટલ, આતિથય એકમો સંદર્ભમા બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પી.નુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. એરકંડીશનીંગ, વેંટીલેશન માટે સી.પી. ડબલ્યુ.ડી. ની માર્ગદર્શીકાનુ પાલન કરવાનું રહેશે.

સીનેમા, થીયેટરો, મલ્ટીપ્લેકસ સંદર્ભે ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમા બહાર પાડવામા આવનાર એસ.ઓ.પી. અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ દ્વારા ઉકત એસ.ઓ.પી. ને ધ્યાને લઇ જે કોઇ સુચનાઓ પ્રસિધ્ધ કરવામા આવે તેનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

સ્વીમીંગ પુલ સંદર્ભમા ભારત સરકારના યુવા અને રમત-ગમત મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમા બહાર પાડવામા આવનાર એસ.ઓ.પી. અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ દ્વારા ઉકત એસ.ઓ.પી.ને ધ્યાને લઇ જે કોઇ સુચનાઓ પ્રસિધ્ધ કરવામા આવે તેનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

એકિઝબિશન હોલ સંદર્ભમા વાણિજય ખાતુ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમા બહાર પાડવામા આવનાર એસ.ઓ.પી. અન્વયે રાજયના ઉધ્યોગને ખાણ વિભાગ દ્વારા ઉક એસ.ઓ.પી.ને ધ્યાને લઇ જે કોઇ સુચનાઓ પ્રધ્ધિ કરવામા આવે તેનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

અન્ય જુદી જુદી પ્રવૃતિઓ જેવી કે ટ્રેન મારફતે મુસાફરોની અવર-જવર, હવાઇ મુસાફરી, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શિક્ષણની શેક્ષણિક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમનાશિયમ સંબંધમાં કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરવામા આવેલ એસ.ઓ.પી.નુ તમામે ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

લગ્ન સત્કાર સમારંભ જેવા પ્રસંગો સબંધમા ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહી પરંતુ મહતમ 200 વ્યક્તિઓની મર્યાદામા સમારોહ, પ્રસંગનુ આયોજન કરી શકાશે.

મુત્યુ બાદની અંતિમક્રીયામા, ધાર્મીક વિધીમા મહતમ 50 વ્યક્તિઓની મર્યદા રહેશે.

હાલમા સમગ્ર વિશ્ર્વમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે કોરોના વાયરસની મહામારી ભારતમા ફેલાતી અટકાવવા માટે સરકારી દ્વારા કર્ફયુ અંગે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે. તા.01/4/2021થી તા.15-4-21 સુધી રાત્રીના 21થી સવારના 6 સુધી અમલમા રહેશે જેનુ સમગ્ર શહેરની જાહેરનતાને પાલન કરવાનુ રહેશે.

પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે સરકાર દ્વારા જાહેર કરવામા આવેલ અનલોક-11ની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી તેમજ કર્ફયુનુ પણ ચુસ્તપણે પાલન કરી તેમજ જાહેર જગ્યામા બહાર નીકળતા સમયે ફરજયાત માસ્ક પહેરવુ તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખવા અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.