રાજકોટ: પાઇનવિન્ટા હોટેલના ચોથા માળેથી પટકાયેલી બાળકીનું મોત

મોબાઈલ ફોને માસૂમની જિંદગી છીનવી લીધી

પુણેનો પરિવાર સગાઈ પ્રસંગમાં માતા મોબાઇલ ફોનમાં મસગુલ હતી ત્યારે સજાઇ દુર્ઘટના

શહેરના ગોંડલ રોડ પર આવેલ પાઇનવિન્ટા હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકીનું પટકાતા મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં  કેદ થતાં અરેરાટીભર્યાં દૃશ્યો સામે આવ્યાં છે.જેમાં બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ છે.પુણેનો પરિવાર રાજકોટ સગાઇ પ્રસંગમા આવ્યો હતો ત્યારે સર્જાય દુર્ઘટનાથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

પુણેના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. અને તેની પુત્રી નિત્યાં પણ સાથે આવી હતી.તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ કાપડિયા છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત હતી ત્યારે  રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો ન હતો.

રમતાં રમતાં નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું.પુત્રીના મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો માસુમ નીચે પડી ગયાનું માતાને ખ્યાલ જ ના રહ્યો

પુણેના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટસગાઈ પ્રસંગમાં આવ્યા હતા અને ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં.ત્યારે તે મોબાઈલમાં વ્યસ્ત હત્યા ત્યારે તેની માસુમ બાળકી ક્યારે નીચે પટકાઈ તેને ખ્યાલ જ ન રહ્યો હતો અને નીચે પટકાતા બાળકીને લોકો જોઈ જતા એકઠા થયા હતા અને બનાવી વિષે માતાને માલુમ પડતા તર આઘાતમાં બેભાન થઇ હકવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જેથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે મોબાઈલમાં એટલા વસ્ત હોવાથી પોતાના બાળકનો પણ ખ્યાલ રહેતો નથી

પુણેનો પરિવાર રાજકોટ સગાઈ પ્રસંગે આવ્યાં તો

રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી પુણેના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ કાપડિયા છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.અને તેનું નીચે પટકાતા મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી છે.બનાવની જાણ તેના પિતાને થતા તે પુણેથી રાજકોટ આવવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.