Abtak Media Google News

જૂના અને નવા યાર્ડ ખાતે પેટ્રોલ પંપ બનાવવા અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ચૂકવવાની દરખાસ્તને બોર્ડ બેઠકમાં બહાલી

બેડી સ્થિત રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે  આઠ કરોડના ખર્ચે  વિશાળ મગફળી શેડ બનાવવામા આવશે તેવી જાહેરાત યુવા ચેરમેન  જયેશભાઈ બોઘરા દ્વારા કરવામાં આવી છે.

‘અબતક’ સાથેની ખાસ વાતચિત દરમિયાન  રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન  જયેશભાઈ બોઘરાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે ડિરેકટરોની બોર્ડ બેઠક મળી હતી જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. યાર્ડમાં હાલ વિવિધ  જણસી ઉતારવા માટે 11 શેડ  કાર્યરત છે.દરમિયાન આ 11 શેડ જેટલી જ ક્ષમતાનો વધુ એક વિશાળ શેડ બનાવવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

800-300 ફૂટનો વિશાળ શેડ બનશે જોકે આ શેઢનું કામ બે તબકકામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબકકાના  કામ માટે  8 કરોડ રૂપીયાનું ખર્ચ મંજૂર  કરવામાં આવ્યું છે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામા આવશે આ ઉપરાંત   આરટીઓ કચેરી પાસે આવેલા જૂના માર્કેટીંગ યાર્ડમાં શેડ પર પતરા બદલવા માટે 50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જૂના અને નવા માર્કેટીંગ યાર્ડ ખાતે બીપીસીએલ કંપનીના બે પેટ્રોલ પંપ બનાવવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત  રાજય સરકાર દ્વારા કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ યાર્ડના 123 કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાનો  નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.