Abtak Media Google News

પુષ્કરધામના ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટમાં પુષ્કરધામ મેઈન રોડ પર રહેતી યુવતી પર ગઈકાલે સાંજના સમયે ચાર શખ્સોએ ‘અમને કેમ બદનામ કરો છો’ તેવું કહી છરી, ધોકા વડે હુમલો કર્યો છે. આ બનાવમાં યુવતીના પાડોશી વચ્ચે પડતા ચાર શખ્સોએ તેને પણ છરીના ઘા ઝીંકી દેતા બંનેને ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ પાસે આવેલ આવાસ કવાર્ટરમાં રહેતા અને ક્રિસ્ટલ મોલમાં નોકરી કરતા ભારતીબેન મોહનભાઈ બામણીયા ઉ.21એ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તે પુષ્કરધામ મેઈન રોડ પર તેની બહેન વિલાસ અને કોમલ સાથે રહે છે. અને તેમની સાથે તેમની બહેનપણી અંજલી પણ રહે છે.

ગઈકાલ સાંજના સમયે તેઓ તેમના ઘરે હતા ત્યારે તેની ઘર સામે રહેતા સોહિલ દારૂ પીધેલી હાલતમાં ઘસી આવી દરવાજા પર પગમારી ગાળો આપીરહ્યો હતો જેથી તેમને દરવાજો ખોલતા સોહીલ સાથે તેના મિત્રો હર્શદ, મહેન્દ્ર અને શાહરૂખ હતા તેઓ ધોકા-પાઈપ અને છરી લઈ ઘરમાં ઘુસી આવ્યા હતા. અને બોલ્યા હતા ‘તમે કેમ અમારી બદનામીની વાતો કરો છો’ તેવું કહી તેમના પર હુમલો કયો હતો જેમાં કોમલબેનને છરીના બે ઘા વાગ્યા હતા આ બનાવ પગલે તેમના ભાઈ પ્રદીપ વચ્ચે આવતા ચાર શખ્સોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.

બાદ લોકોના ટોળા ભેગા થતા ચારેય શખ્સો નાશી ગયા હતા. કોમલ અને પ્રદીપને ગંભીર ઈજા પહોચતા તેઓને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ પગલે યુનિવર્સિટી પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અને તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.