Abtak Media Google News

હાલમાં ચાલી રહેલી કોવીડ-19 કોરોનાની મહામારીના સમયમાં જીલ્લામાં આઇસોલેશન બેડની યોગ્ય વ્યવસ્થા કરવા અને ગ્રામ્ય સ્તરે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા તથા મારું ગામ,કોરોના મુક્ત અંતર્ગત આજરોજ જીલ્લા પંચાયત હોલ ખાતે કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં તથા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર અને જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ)રાણાવસિયાની ઉપસ્થિતિમાં એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 10:00 વાગ્યે (રાજકોટ તાલુકો, પડધરી તાલુકો, કોટડાસાંગણી તાલુકો, લોધિકા તાલુકો), સવારે 11:00 વાગ્યે (જસદણ તાલુકો, વિંછીયા તાલુકો, ગોંડલ તાલુકો) અને સવારે 12:00 વાગ્યે (જેતપુર તાલુકો, જામકંડોરણા તાલુકો, ધોરાજી તાલુકો અને ઉપલેટા) એમ અલગ અલગ ત્રણ સમયમાં બેઠકનું આયોજન થયુ હતું.

આ બેઠકમાં કોરોના સંક્રમિત લોકોને વહેલી તકે સરળતાથી સરકારી સુવિધાઓ મળી રહે તથા રાજકોટ જિલ્લામાં આવતા તમામ 12 સી.એચ.સી. અને 54 પી.એચ.સી. સેન્ટર ઉપર આયસોલેશન બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, રાજકોટ જિલ્લામાં આવતા તમામ પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટર ઉપર આયસોલેશન સેન્ટર અને મારુ ગામ,કોરોના મુક્ત અભિયાન સ્વરૂપેને સાકાર કરવા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ઘટે તે અંગેનું માઈક્રો પ્લાનિંગ તેમજ જિલ્લામાં આવેલા 12 સી.એચ.સી. અને 54 પી.એચ.સી. આરોગ્ય સેન્ટર ઉપર તાત્કાલિક ધોરણે આયસોલેશન બેડની વ્યવસ્થા થાય તે માટેની સૂચનાઓ આપવામાં હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઈ મેતલિયા, પ્રવીણભાઈ માકડીયા, ભાનુબેન બાબરીયા, દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરના પાર્ટી દ્વારા નિમણુક કરેલા ઇન્ચાર્જઓ તથા આરોગ્ય અધિકારીઓ તથા જિલ્લા અને તાલુકાના સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.