રાજકોટ: બેડી પાસે બંધ ટ્રકમાં બાઈક ધૂસી જતા ટંકારાના યુવાનનું મોત

મેટોડા નજીક બાઈક સ્લીપ થતાં હોટલના હેલ્પરનું મોત: એક ઘાયલ

શહેરના ભાગોળે જુદી જુદી બે જગ્યાએ અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં બે યુવાનના નીપજ્યા હતા જ્યારે એક યુવાન ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બેડી ગામ પાસે બંધ ટ્રકમાં બાય ખુશી જતા ટંકારા ના હરબટીયાળી ગામના યુવાનનું તરુણ મોતની નિપજ્યું હતું. જ્યારે મેટોડા પાસે બાઈક સ્લીપ થતા હોટલના હેલ્પર નું મોત થયું હતું અને તેની સાથે રહેલા અન્ય યુવાનને ઈજા થઈ હતી.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ બેડી ગામ નજીક આજરોજ સવારે થયેલા અકસ્માતમાં ટંકારા ના હડબડીયાળી ગામના વિવેકભાઈ ભુપેન્દ્રભાઈ પીલોથરા નામના 22 વર્ષના યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વિવેક રાજકોટમાં ટાટા શોરૂમમાં નોકરી કરતો હતો અને રોજ ટંકારાના હરબડયાળી ગામેથી રાજકોટ અપડાઉન કરતો હતો. આજ રોજ સવારે રાબેતા મુજબ રાજકોટ નોકરી પર આવવા નીકળ્યો હતો. ત્યારે બેડી ગામ પાસે પેટ્રોલ પંપ નજીક એક બંધ ટ્રક પાછળ બાઈક ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિવેકે સારવાર પહેલા જ દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.તો અન્ય અકસ્માતમાં લોધીકા તાલુકાના દેવગામના પાટીયા નજીક અજાણ્યા બાઇકનો અકસ્માત થયો હતો.જેમાં મેટોડાની એક હોટલમાં કામ કરતા કરણ નામના 28 વર્ષના યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાંટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેની પાછળ સવાર સંદીપ નામના 19 વર્ષના યુવાનને ઈજાઓ થતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.