Abtak Media Google News

તોફાની તત્વોએ મિલકત પર રોષ ઠાલવ્યો: 9 ઘાયલ:17ની ધરપકડ

બંને પક્ષે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ હેઠળ મહિલાઓ સહિત 26 શખ્સો સામે નોંધાતો ગુનો: તાજીયામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત

રાજકોટનાં રૂખડીયાપરામાં ગઈકાલે સાંજે છોકરીની છેડતી બાદ મહોરમમાં ભેગા થયેલ મુસ્લીમના બે જુથ વચ્ચે માથાકૂટ થયા બાદ બંને જુથ તલવાર, છોકા, પાઈપ જેવા ઘાતક હથીયારો સાથે આમને સામને આવી જતા ધીગાણું ખેલાયું હતુ જેમાં સાત મહિલા સહિત નવ વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બંને જુથની ફરિયાદ પરથી હત્યાનો પ્રયાસ અને રાયોટનો ગુનો નોંધી પોલીસે કોમ્બીંગ કરી બન્ને જુથના 17આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને તાજીયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.

આ ઘટના અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રૂખડીયાપરામાં રેલવે સ્ટેશન પાછળ રહેતા શબ્બીર નુરમહમદ શેખ ઉ.32 એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુસ્તાક અલીમોરી, રાજેશ ઉર્ફે ડોમીયો, આકાશ ચૌહાણ, અફઝલ અલ્લારખા શાહમદાર, ઈમ્તીયાઝ શાહમદાર, એજાજ બાદશાહ, સીરાજ સૈયદ, નુરી સૈયદ, નઝમા કરીમ મજગુલ, મહંમુદાબેન રમઝાન મુમતાઝ મુસ્તાક મોરી અને મુસ્તાક ફકીરના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજે ફરિયાદી અને તેની બહેન સહિતના પરિવારજનો મહોરમ અર્થેભેગા થયા હતા ત્યારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી તલવાર, ધોકા, પાઈપ જેવા ઘાતક હથીયાર સાથે હુમલો કરતા ફરિયાદી શબ્બીર શેખ ઉ.30 જેબુનબેન શેખ ઉ.60, રૂકસાનાબેન શેખને ઈજા પહોચી હતી. જેમાં ફરિયાદી અને સાહેદને માથામાં ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું છે.

સામા પક્ષે મુસ્તાક અલી મોરી 22ની ફરિયાદ પરથી પોલીસે ઈમ્તીયાઝ અલ્લારખા શેખ, મોહસીન અલ્લારખા શેખ, રજાક અલ્લારખા શેખ, કરીમ ચીના શેખ, શબ્બીર ચીના શેખ, આફરીદીન શેખ, સદામ હુસેન શેખ, સફીના સીદીક શેખ જેબુનબેન અલ્લારખા શેખ, ખેરૂન સીદીક શેખ અને શબ્બીર નુરમામદ શેખના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુસ્તાક મોરીના મિત્ર ઈરફાન અલ્લારખા શાહમદારે ગઈકાલે બપોરે નવાઝ શેખની બહેનની છેડતી કરેલી હોય જેના કારણે સાંજે મહોરમમાં બંને જુથ ભેગા થઈ જતા બોલાચાલી બાદ ધીંગાણુ ખેલાયું હતુ જેમાં મુસ્તાક મોરી 22, નઝમાબેન મજગુલ 24, મેમુદાબેન સીરમાન ઉ.40, મુમતાઝબેન મોરી 21, રેહાનાબેન શાહમદાર ઉ.20 અને રેશમાબેન શાહમદાર ઉ.20 ને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રધ્યુમનનગર પોલીસે બંને જુથની ફરિયાદ પરથી હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. જયારે તાજીયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂખડીયાપરામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવની તપાસ પીઆઈ એલ.એલ. ચાવડા સહિતનો સ્ટાફચલાવી રહ્યો છે.

મુસ્લિમના બે જૂથ  વચ્ચે લોહીયાળ ધીંગાણા બાદ

તોફાની તત્વોએ મિલકત પર રોષ ઠાલવ્યો : મકાન-બાઇકમાં તોડફોડ : દુકાનને આગચાંપી

પોલીસના ધાડેધાડા ઉતારી દીધા : સમગ્ર વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ

રાજકોટના રૂખડીયાપરામાં ગઇકાલે બપોરે યુવતીની છેડતી કરવાના મુદ્ે ચાર કલાક બાદ મહોર્રમમાં મુસ્લિમના બે જૂથ ભેગા થઇ જતા બોલાચાલી બાદ ધીંગાણુ ખેલાયું હતું. જેમાં નવ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ તોફાની તત્વોએ મકાન, બાઇકમાં તોડફોડ કરી હતી અને એક દુકાનને આગ ચાંપી દેતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી.

રૂખડીયાપરામાં ગઇકાલે બપોરે યુવતીની છેડતી કરી ઘર પાસે આંટા ફેરા કરતા શખ્સને ટપારતા ગઇકાલે બપોરે ઝઘડો થયો હતો જે ઘટના બાદ સાંજે મુસ્લિમના બંને જૂથ મહોર્રમમાં ભેગા થતા મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે ધીંગાણુ ખેલાયું હતું.આ હુમલામાં નવ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ બંને જૂથના ટોળાએ એકબીજાની મિલ્કતો પર રોષ ઠાલવ્યો હતો. જેમાં એક મકાનમાં ઘુસી તોડફોડ કરી હતી અને એક બાઇકમાં તોડફોડ કરી હતી.જ્યારે સામા પક્ષે એક દુકાનને આગ ચાંપી દેતા મામલો બિચક્યો હતો અને તંગદીલી ફેલાઇ ગઇ હતી પોલીસે વધુ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોડી રાત્રે પોલીસના ધાડેધાડા ઉતારી દઇ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.