Abtak Media Google News

અબતક, રાજકોટ

રૈયા સર્કલ પાસે અક્ષર ડાયગ્નોસિસનો આગામી રવિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી હવે શહેરીજનોને એક જ સ્થળે રેડીયોલોજી અને પેથોલોજીને લગતી તપાસ તથા નિદાનની સેવા મળી રહેશે. આ સેન્ટરને પૂ. અપૂર્વમુની સ્વામી ખુલ્લું મૂકી આશીર્વચન પાઠવશે. આ અંગે વિસ્તૃત વિગતો આપતા સેન્ટરની ટિમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવી હતી. શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા સર્કલ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ સામે અક્ષર સ્કવેરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં આગામી તા.19ને રવિવારે અક્ષર ડાયગ્નોસિસ સેન્ટરનો શુભારંભ સમારોહ યોજાનાર છે.

શહેરિજનોને રેડીયોલોજી અને પેથોલોજીને લગતી શ્રેષ્ઠ સેવાઓ એક સ્થળે મળે તે માટે ડો. ભાર્ગવ રાણપરિયા, ટાઈમ ઇમેજિંગ સેન્ટર, ક્રિષ્ના ડાયગ્નોસ્ટીકસ, આસ્થા હોસ્પિટલ, લોટલ હોસ્પિટલ અને પડધરીની જાણતીતી માનવતા હોસ્પિટલના ડો. શીતાંશુ પૂજારા દ્વારા અક્ષર ડાયગ્નોસિસ સેન્ટરનું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં દર્દીઓને વ્યાજબી દરે તપાસ અને નિદાનની સેવા આપવામાં આવશે.

ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, કલર ડોપ્લર, સીટી સ્કેન, ઓપીજી, ગાઇડેડ પ્રોસીજર, લોહી પેશાબની સંપૂર્ણ તપાસ સહિતની સુવિધા ઉપલબ્ધપૂ.અપૂર્વમુનિ સ્વામી સેન્ટરનો શુભારંભ કરી આશીર્વચન પાઠવશે, વિગતો આપવા સેન્ટરની સમગ્ર ટીમ અબતકની શુભેચ્છા મુલાકાતેરેડીયોલોજીસ્ટ ડો. સાર્થક પટેલ, ડો. ભાર્ગવ રાણપરિયા, પેથોલોજીસ્ટ ડો. કિંજલ વૈષ્નાણી રેસિડેન્ટ ડોકટર તરીકે આપશે સેવા

આ સેન્ટરમાં રેડીયોલોજીસ્ટ ડો. સાર્થક પટેલ, ડો. ભાર્ગવ રાણપરિયા, પેથોલોજીસ્ટ ડો. કિંજલ વૈષ્નાણી રેસિડેન્ટ ડોકટર તરીકે સેવા આપશે. અહીં ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, કલર ડોપ્લર, સીટી સ્કેન, ઓપીજી, ગાઇડેડ પ્રોસીજર, લોહી પેશાબની સંપૂર્ણ તપાસ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. આ અંગે વિગતો આપવા સેન્ટરની સમગ્ર ટીમે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં પડધરીના અગ્રણી ચંદુભાઈ પુજારા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.