Abtak Media Google News

ચેમ્બર પ્રમુખ વી.પી. વૈશ્ર્નવ, દાણાપીઠ એસો.ના પ્રમુખ બીપીનભાઈ કેસરીયા દ્વારા પ્રજાજનોને અફડાતફડી ન કરવા અપીલ

કોરોના મહામારીની પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની ગયેલ છે.તે દરમ્યાન તેને કાબુમા લાવવા રાજય સરકાર દ્વારા એક અઠવાડીયા માટેનું આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવેલ છે જે દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓમાં આવતી તમામ વ્યાપારીક દુકાનો ચાલુ જ રહેશે. જેમાં દાણાપીઠ બજારનો સમાવેશ થાય છે.

આમ રાજકોટ દાણાપીઠ બજારની દુકાનો આવશ્યક ચીજ વસ્તુઓમાં આવતી હોવાથી તમામ દુકાનો સ્વૈચ્છીક લોકડાઉન મુજબ 3 વાગ્યા સુધી ચાલુ જ રહેશે. તેથીલોકોએ ખરીદી માટે અફડાતફડી ન કરવી અને બજારમાં ભીડ ન કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ તથા રાજકોટ દાણાપીઠ વેપારી એસો.ના પ્રમુખ બિપીનભાઈ કેસરીયા દ્વારા અપીલ કરવામાં આવેલ છે. સાથોસાથ બજારના દુકાનદારોને પણ વિનંતી કે ભીડ એકઠી ન થાય અને સોશ્યલ, ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.તેથીઆપણે ધ્યાન રાખવું તે આપણી ફરજ છે. ના છૂટકે પોલીસ ખાતા દ્વારા કાયદેસરની કાર્યવાહી ન કરે તે માટે સાથ અને સહકાર આપવાવિનંતી કરવામાં આવે છે. સાથોસાથ તમામ વેપારીઓએ કોવીડ 19 ના નિયમોનું પાલન કરી ખાસ માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવે છે.તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

દુકાનદારોના શોપ લાયસન્સ રદ કરવા ફેર વિચારણાની માંગ

કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા એક અઠવાડીયા માટેનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખૂલ્લી જોવા મળશે તો તેમનું શોપ લાયસન્સ રદ કરવામાં આવશે. જે ખરેખર ગેર વ્યાજબી જણાઈ રહ્યું છે.

વેપારીઓને ખોટી રીતે જો હેરાન કરવામાંઆવશે. તોરાજકોટ ચેમ્બર આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવશે કાયદાના નિયમોનું ભંગ કરતા વેપારીઓને સજા કરો તે માન્ય છે. પરંતુ સાચો વેપારી ખોટી રીતેદંડાઈ નહી અને કનડગત કરવામાં ન આવે તેજોવું પણ જરૂરી છે. આબાબતે યોગ્ય નિર્ણય લેવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.