Abtak Media Google News

આરોગ્ય કર્મચારી છેલ્લા વર્ષથી એક પણ રજા ભોગવ્યા વગર રાત દિવસ જોયા વગર તેમજ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર છેવાડાના ગામડા સુધી આરોગ્યની સેવામાં સતત કાર્યશીલ હોય અને તેની સંપૂર્ણ જવાબદારી ખંતથી નિભાવતા હોય છે. જેમાં કોરોના સર્વેની કામગીરી કોરોના રસીકરણની કામગીરી કોરોના પોજીટીવ દર્દીના ક્ધટેમેન્ટ અને બફર જોન સર્વેની કામગીરી તેમજ પોઝીટીવ દર્દીના ઘરની રોજે રોજની મુલાકાતની કામગીરી જેવી અનેક કામગીરી આરોગ્યના કર્મચારી દ્વારા કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રાજકોટ જિલ્લા હસ્તકના આરોગ્ય કર્મચારીને તેમજ તેના પરિવારજનોમાંથી જે કોઈ કોરોના પોઝીટીવ દર્દીને જરૂર હોય તેના માટે રજૂઆત કરવામાં આવેલ હતી.હાલના તબકકામાં આરોગ્યના 20% થી 25% સંક્રમિત હોય અને તે કર્મચારીઓના ઘણા પરિવારજનોએ પણ સંક્રમિત હોય તો રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે કર્મચારીઓ તથા તેના પરિવારજનો માટે અલગ બેડ, દવા, ઓકસીજન તેમજ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવેલ આ વ્યવસ્થા તાત્કાલીક થાય તેવી રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નરીનભાઈ ડઢાણીયાની માંગણી છે.

ઉપરોકત બાબતે આરોગ્ય કર્મચારી મંડળની માંગણી સંતોશાય તે માટે આરોગ્ય કર્મચારી મંડળના હોદેદારો મહામંત્રી આરડી ગોહિલ, ઉપપ્રમુખ નીતાબેન બગસરીયા, ક્ધવીનર એ.બી. સેજાણી, સંગઠન મંત્રી નાગેશ્રીભાઈ માનસિંહ પરમાર, કરણ હડિયા, જયદીપભાઈ મારૂ ડી.પી. લકકડ, કાથરોટીયાભાઈ હંસાબેન ચૌહાણ, નીતાબેન કુમારખાણીયા, સી.આર.સિધપરા વગેરે મંડળના હોદેદારોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.