રાજકોટ: નાના મવા રોડ પર આવાસ યોજનાની દુકાન રૂપિયા 91.30 લાખમાં વેચાઈ

તમામ 23 દુકાનોની સફળ હરાજીથી કોર્પોરેશનને રૂ.15.58 કરોડની આવક: મ્યુનિ.કમિશનર અમિત અરોરા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મવા રોડ પર ભીમનગર સર્કલ ખાતે બનાવવામાં આવેલી આવાસ યોજનાની 23 દુકાનોની હરરાજી આજે કરવામાં આવી હતી. તમામ દુકાનોનું હરરાજી દરમ્યાન વેંચાણ થયુ છે. આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ રૂ. 15.58 કરોડની આવક થઈ છે. આ હરરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત રૂ. 91.30 લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ રૂ. 33.60 લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવેલ હતું.

આ જાહેર હરરાજીમાં કુલ 483 અરજદારોએ ભાગ લીધો હતો. તમામ દૂકનોની સફળ હરરાજી થવા પામી છે.સામાન્ય રીતે આવાસ યોજનાની દૂકનોની અપસેટ કિંમત મુજબ પણ ભાવ મળતા હોતા નથી.દરમિયાન નાના મવા રોડ જેવા પ્રાઈમ લોકેશનમાં દુકાનની અપસેટ કિંમત 33.60 લાખ રાખવામાં આવી હતી જેની સામે 91.30 લાખ ઉપજ્યા હતા.