Abtak Media Google News

ગોંડલ રોડ નજીક તરૂણીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા : પરિવારમાં કલ્પાંત

રાજકોટમાં ગોંડલ રોડ પરના લોહાનગરની તરુણીએ પ્રેમીના આપઘાત બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તરુણીના પ્રેમીએ પાંચ દિવસ પૂર્વે જ જેલમાં ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી જે વાતનું તેને લાગી આવ્યા પ્રેમીના આપઘાતના પાંચમા દિવસે તરુણીના આપઘાતથી અરેરાટી મચી ગઇ હતી.

બનાવની વિગતો મુજબ રાજકોટમાં લોહાનગરમાં રહેતી પ્રાંચી રણજિતભાઇ ઉધરેજિયા (ઉ.વ.15) રવિવારે વહેલી સવારે 6.30 વાગ્યે ઘરે નજરે નહીં ચડતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, અંતે બાજુમાં જ આવેલા તેના બીજા મકાનમાં તેનો લટકતો દેહ જોવા મળ્યો હતો, પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે એ. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રિયાંશીને તેની પાડોશમાં રહેતો દીપક ચારોલિયા ગત તા.2 જુલાઇના ઉઠાવી ગયો હતો આ અંગે તરુણીના પિતાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવતા પોલીસે દીપક ચારોલિયા સામે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, પોલીસે દીપકની ધરપકડ કરી 5 ઓગસ્ટના તેને જેલહવાલે કર્યો હતો, જેલમાં રહેલા દીપક દિનેશભાઇ ચારોલિયાએ ગત તા.20ના જેલમાં બારીના સળિયા સાથે ટુવાલ અને કાપડ બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

પ્રાચી અને દીપક ચારોલિયા એક જ વિસ્તારમાં રહેતા હોય બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પ્રેમસંબંધમાં જ બન્ને જે-તે સમયે ભાગ્યા હતા. જો કે, પ્રાચી તરુણ વયની હોય પોલીસે તરુણીના પિતાની ફરિયાદ પરથી અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દીપકે આપઘાત કર્યો ત્યારબાદ તરુણી પ્રાચી ગુમસુમ રહેતી હતી રવિવારે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી ઉધરેજિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.