રાજકોટ:કોન્સ્ટેબલ ઘરમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ

યુવતી ભાનમાં આવ્યા બાદ રહસ્ય પરથી પડદો ઉચકાશે: ટ્રાફિક પોલીસની પૂછપરછઅબતક,રાજકોટ

રાજકોટમાં રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા ટ્રાફિક મેનના મકાનમાંથી મોડી રાત્રે મહિલા પોલીસ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઈ છે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે ટ્રાફ્ટિ જવાનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે તેમજ મહિલા પોલીસ ભાનમાં આવ્યા બાદ રહસ્ય પરથી પડદો ઉચકાશે.

જાણવા મળતી વિગતો મુજબ રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતો ટ્રાફિક પોલીસમેન રાશીદ બસીરભાઈના મકાનમાંથી મંગળવારે રાત્રીના ટ્રાફિક મહિલા ભાગ્યશ્રીબા ઝાલા બેભાન હાલતમાં મળી આવતા તેને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાતા પીઆઈ જોષીએ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાશીદ અગાઉ પણ ભાવનગર મહિલા પોલીસનું અપહરણ કરી ગયાની ફરિયાદના આધારે ભાવનગર પોલીસે રાજકોટમાંથી યુવતી સાથે રાશીદની અટકાયત કરી હતી પોલીસની પૂછપરછમાં રાત્રીના રાશીદ ઘરે હતો તે દરમ્યાન યુવતી ઘેર આવતા તેના માટે ઠંડુ લેવા માટે બહાર ગયો હતો તે દરમ્યાન ઘેર આવતા બેભાન હાલતમાં પડી હોવાનું રટણ કરતા પોલીસે યુવતી ભાનમાં આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેમ જણાવ્યું હતું.