Abtak Media Google News

પાંચ હોદ્દેદારો અને મહિલા સહિત 10 કારોબારી સભ્ય મળી 16 વચ્ચે જંગ

રાજકોટ બાર એસોસીએશનના સન 2022ના હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 17મી ડિસેમ્બર 2021ના રોજ યોજવા માટે  ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આજ દિવસે રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી યોજાનાર છે.

રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2022ની ચૂંટણી માટે નિમવામાં આવેલા ચૂંટણી અધિકારીઓ મહર્ષિ પંડ્યા અને અતુલભાઇ દવેના જણાવ્યા મુજબ 2022ના વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, લાયબ્રેરી સેક્રેટરી, 9 કારોબારી સભ્યો, 1 મહિલા કારોબારી સભ્ય નક્કી કરવા યોજાનારી ચૂંટણીનું મતદાન તારીખ 17મી ડિસેમ્બર 2001ના રોજ થનાર છે. જે માટે વકીલ સભ્યોની  વન બાર વન વોટ મુજબની મતદાર યાદી આજે તારીખ 26 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે 12 ની લાઇબ્રેરી ખાતે જોવા મળી શકશે આખરી મતદારયાદી તારીખ 3/ 12/ 2022ના રોજ પ્રસિદ્ધ થશે.

ત્યારે ચૂંટણીની કાર્યવાહીમાં ઉમેદવારીપત્ર ભરવાની તારીખ 4/ 12/ 2021 થી 7/ 12/ 2021  બપોરે 02:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને સાંજે પાંચ વાગે ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્ર તારીખ 9/ 12/ 2021ના સાંજે 05:00 સુધી પાછા ખેંચી શકાશે. તેમજ ઉમેદવારોની આખરી યાદી તારીખ 10/ 12/ 2019 ના રોજ સાંજે પાંચ વાગ્યે પ્રસિદ્ધ થશે.

જેમાં જાહેર થયેલી ઉમેદવારોની અંતિમ યાદી મુજબ પ્રમુખ સહિતના  6 હોદ્દેદારો તેમજ 10 કારોબારી સભ્યોમાં જરૂર જણાયે બેઠકોની ચૂંટણી મતદાન દ્વારા કરવામાં આવશે. જેમાં મતદાનની તારીખ 17 12 2021 શુક્રવાર અને સમય સવારે 9 થી બપોરે ત્રણ સુધીનો રખાયો છે મતદાન નું સ્થળ સિવિલ કોર્ટ બિલ્ડીંગ પહેલો માળ રાજકોટ બાર એસોસિયેશન ઓફિસનના બાર રૂમ ખાતે નક્કી કરવામાં આવ્યું છે. મતદાન બાદ મતગણતરી યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર થશે તેમ ચૂંટણી અધિકારીઓની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.