Abtak Media Google News
  • તાજીયા ગંગેના સાગરીતે મળતિયા સાથે મળી જામનગર રોડની આસપાસ ગુનાને અજામ આપ્યાની કબૂલાત

શહેરમાં દીન પ્રતિદિન ચીલ ઝડપ અને લૂંટના અનેક બનાવો વધવા પામ્યા છે.ત્યારે તેને ઉકેલવમાં માટે પોલીસનો સ્ટાફ ઉઘે માથે લાગ્યો છે ત્યારે એલ.સી.બીની ટીમને શહેરમાં થયેલા ચીલઝડપના બનાવોનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. જેમાં ધ્રોલના લૈયારા ગામે રહેતા તાજીયા ગેંગના સાગરીત સહિત બેને પોલીસે ઝડપી લઇ પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષમાં રાજકોટમાં 13 ચીલઝડપના બનાવોને અંજામ આપ્યાની કબુલાત આપતા પોલીસે આ બેલડી પાસેથી સોનાનો ચેઇન, આઠ ઢાળિયા અને બાઇક સહિત રૂ.6.10 લાખના મુદ્દામાલ કબજે કરી બંનેની વધુ પૂછ પરછ હાથધરી છે.

રાજકોટમાં જામનગર રોડ પર બનેલા ચીલઝડપના બનાવવાને પગલે એલસીબી ઝોન ટુ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ બનાવોનો ભેદ ઉકેલવા તપાસમાં હતી. ત્યારે અગાઉ શીતલ પાર્ક, બજરંગવાડી તેમજ જામનગર રોડની આસપાસ થયેલા ચીલ ઝડપના બનાવવામાં એક કાળા કલરનું સ્પેલન્ડર કે જેના નંબર હોય આ બાઈકના ચાલકને ઝડપી લેવા પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર પ્રેસ કોલોની પાસેથી આરોપી આસિફ વલીભાઈ ખેરાણી (ઉ.વ 34 રહે લૈયારા તા. ધ્રોલ) અને ગોવિંદ કુરજીભાઈ ધામેચા (ઉ.વ 45 રહે ચામુંડા પ્લોટ ધ્રોલ)ને ઝડપી લીધા હતા.

પોલીસે આ બંને શખ્સો પાસેથી સોનાનો ચેઇન, સોનાના આઠ ઢાળિયા, બાઇક મોબાઇલ સહિત કુલ રૂપિયા 6.10 લાખનો મુદ્દામાં કબજે કર્યો હતો.પકડાયેલી બંને આરોપીઓની પૂછતાછ કરતા છેલ્લા એક વર્ષ દરમિયાન તેણે રાજકોટમાં જામનગર રોડ આસપાસના વિસ્તારમાં 13 ચીલ ઝડપના બનાવોને અંજામ આપ્યા હોવાની કબુલાત આપી હતી. જેમાં તેને શીતલ પાર્ક પાસેથી ચાર અંજામ આપ્યો હતો જ્યારે બજરંગ વાડીમાં બે ચીલ ઝડપ કરી હતી ત્યારબાદ તેને રેલનગર ,રૈયાગામ,ભોમેશ્વર,મોચી નગર અને ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં ઝડપ કર્યા હોવાની કબુલાત આપી હતી. જે પૈકી છ મા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી આસિફ કે જે તાજીયા ગેંગનો સાગરીત હોય અને આગાઉ રાયોટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. રાજકોટમાં આવી ચીલ ઝડપ કર્યા બાદ અન્ય આરોપી ગોવિંદાને આ દાગીના આપી દેતો હતો.જે પોલીસ ટીમ દ્વારા તે દિશામાં હાલ વધુ તપાસ હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.