રાજકોટ: પરશુ બ્રહ્મ યુવા એન્ડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભૂદેવો ગરબે ઘુમશે

ખેલૈયાઓ માટે વેલડ્રેસ, વેલ પરફોમન્સ સહિતની ગીફટનો ખજાનો

પરશુ. બ્રહ્મ યુવા  એન્ડ બ્રહ્મ રાસોત્સવ-2022 તા. 26-9 થી 5-10 સ્થળ નાગર બ્રાહ્મણ બોડીંગ વિરાણી સ્કુલ સામે વિરાણી ચોક  નવલા નોરતાનું આયોજન કરેલું છે.

નાગર બ્રાહ્મણ બોડીંગ ખાતે પરશુ. બ્રહ્મ યુવા  એન્ડ બ્રહ્મયુવા સંગઠન દ્વારા જાજરમાન આયોજન સુપ્રસિઘ્ધ સિંગર દ્વારા સુપ્રસિઘ્ધ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખેલૈયાઓને જુમાવશે. ખેલીઓ રોજમરોજ પ્રિન્સ-પ્રિન્સેસ વેલડ્રેસ વેલ પરફોર્મન્સ ને ગીફટ દ્વારા સન્માનીત કરવામાં આવશે.

પરશુ. બ્રહ્મ યુવા  એન્ડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજીત બ્રહ્મ નવરાત્રિ મહોત્સવ માર્ગદર્શક અને શુભેચ્છા આપનાર બ્રહ્મ અગ્રણીઓ સાંસદ રામભાઇ મોકરીયા, ડો. હેમાંગભાઇ વસાવડા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, કશ્યપભાઇ શુકલ, જીતુભાઇ મહેતા, પ્રદીપભાઇ ત્રિવેદી , દેવાંગભાઇ માંકડ,  નેહલ ભાઇ શુકલ, અતુલભાઇ પંડિત, યજ્ઞેશભાઇ જોશી, વિવિધ બ્રહ્મ સમાજ તગોડો દ્વારા યુવાઓ ઉત્સાહ આપ્યો હતો.

આ આયોજન સફળ બનાવવા માટે ભરતભાઇ ઓઝા, મોનીશભાઇ જોશી, કશ્યપભાઇ ભટ્ટ, કેવલભાઇ મહેતા, સનીભાઇ જાની, હર્ષદભાઇ મહેતા, સમીરભાઇ જોશી, ધનંજયભાઇ દવે, પ્રતિકભાઇ બલભદ્ર, દિવ્યેશભાઇ દવે, મોહિતભાઇ ઉપાઘ્યાય, ઉમંગભાઇ ભટ્ટ, ચિંતનભાઇ વ્યાસ, પ્રશાંતભાઇ રાજયગુરુ, વિમલભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાય, આશિતભાઇ જોશી, જય જાની, આદિત્ય વ્યાસ, ધૈર્યા ઉપાઘ્યાય, માહીતી પંડયા, કિરણબેન ખીરા, વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે પાસ મેળવવા માટે સ્થળ બલભદ્ર હોલિ ડે આઇ કોન બિલ્ડીંગ પ માણ સન સીટી સામે સાધુવાસવાણી રોડ, રાજકોટ  વધુ માહીતી માટે મો. નં. 95869 70222 પર સંપક કરવા અનુરોધ કરેલ છે.