Abtak Media Google News

અબતક રાજકોટ: રેસકોર્સ ગાર્ડનમાં વોક વે રિપેરીંગના રૂ.૧૬.૪૫ લાખના કામમાં કોન્ટ્રક્ટર દ્રારા રૂ.૨.૮૬ લાખના જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૉંભાંડનો પર્દાફાશ વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાએ કર્યો છે. દરમિયાન કોન્ટ્રાક્ટર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્રારા આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા રેસકોર્સ ગાર્ડન વોક વેમાં જરૂરિયાતા મુજબના રીપેરીંગનું કુલ રૂ.૧૬.૪૫ લાખનું કામ કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યું છે. આ કામમાં ધોલપૂરી સ્ટોન રીફીટીંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સીંગ, ફરકડી વિગેરે રિપેરિંગ કામ તથા કલર કામનો સમાવેશ થાય છે. જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા આશરે રૂપિયા પોણા ત્રણ લાખથી વધુની કિંમતના જુના ધોલપૂરી સ્ટોન પાથરી દીધા હોવાનું વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાના ધ્યાનમાં આવતા, તેમણે તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન પુષ્કરભાઇ પટેલના ધ્યાને મૂકી ચકાસણી કરતા, આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે ચેરમેને કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી.

Rajkotસ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને વોર્ડ નં.૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મહાપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ક્યાય પણ નબળી કામગીરી ન થાય તે ખુબ જ જરૂરી છે. નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.

આ અંગે વિસ્તૃત વિગતો આપતા મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલાં રેસકોર્સ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા જેને બદલે આ કોન્ટ્રાક્ટર એજન્સીએ રૂ.૨.૮૬ લાખની કિમતના જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધા હોવાનું ધ્યાને આવતા સૌપ્રથમ તેમણે વોર્ડ નં.૨ના બાંધકામ શાખાના ડે.એકઝી. એન્જીનીયર પાસેથી જરૂરી વિગતો મેળવી, આ સ્થળ મુલાકાત લઇ, જાત ખરાઈ કરી હતી અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને આ બાબતે જાણ કરી હતી. જેના અનુસંધાને આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ,કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડિયાએ બાંધકામ શાખાના એડી.સીટી. એન્જીનીયર એમ.આર. કામલીયા, ડે.એકઝી. એન્જીનીયર મહેશ જોષી સહિતના સ્ટાફને તથા કોન્ટ્રાક્ટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવ્યા હતા.

Rajkot Gardenજ્યાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પોતે આ કામે નવા ધોલપૂરી સ્ટોનને બદલે જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધા હોવાની કબુલાત કરી હતી. જેના અનુસંધાને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી છે.વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયાની સતર્કતાથી રેસકોર્સ ગાર્ડનમાં રૂ.૨.૮૬ લાખના ખર્ચે જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.