Abtak Media Google News

સુરત
02/07/2021

સુરત શહેરમાં બાયો ડિઝલને લઈને એક મોટી ઘટના સામે આવી છે. બાયો ડિઝલને 50 – 55 રૂપિયામાં ખરીદી કરી 72 રૂપિયામાં વેચતી એક ટૂકડી સુરત પોલીસે પકડી પડી છે. આ ઘટના અંતર્ગત સુરત પોલીસના અજય કુમાર તોમરના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટના હાથ ધરાઈ હતી. તેમના માર્ગદર્શન અને આયોજનના લીધે આ ટુકડી કે જેમાં, મૂળ રાજકોટ જિલ્લાના મનીષ પટેલ સહીત ઉપલેટા તેમજ રાજસ્થાનના અમુક શકસો પકડાયા હતા. આરોપીઓ પાસેથી સ્થળ પરથી જ રૂપિયા 7 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયો હતો.

સમગ્ર જથ્થો પાણીના ૩ હજાર થી ૫ હજારના ટાંકામાં સંગ્રહિત કરી સ્થળ પર જ વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ૭ લાખથી વધુ રોકડ પણ કબ્જે થયેલ છે.
જેમાં,
(૧) બાયોડિઝલ કેમીકલ પ્રવાહી કુલ આશરે ૧૧,૬૦૦ લીટર જેની કુલ કિં.રૂ.૮,૩૫,૨૦૦,
(૨) બાયોડિઝલ કેમીકલ પ્રવાહી વેચાણના કુલ રોકડ કિ.રૂ.૭,૬૨,૨૩૦,
(૩) ડિઝલ મીટર પમ્પ નંગ.૨ કિ.રૂ.૧,૨૦,૦૦૦,
(૪) પ્લાસ્ટીકની નાની મોટી સાઈઝની નળીઓ કુલ નંગ.૪ કિ.રૂ.૦૦,૦૦૦,
(૫) પ્રવાહી ખેંચવાનો પમ્પ મોટર નંગ.૨ રૂ.૪૦૦૦,
(૬) કેલ્યુલેટર નંગ.૨ કિં.રૂ.૨૦૦,
(૭) ૫ લીટરનું ધાતુનું માપીયુ નંગ.૧ કિં.રૂ.૧૦૦,
(૮) પ્લાસ્ટીકના ૩૫ લીટર વાળા બેરલો નંગ.૫ કિં.રૂ.૨૫૦,
(૯) ડેન્સીટી માપવાનું થર્મોમીટર નંગ.૧ કિં. રૂ.૧૦૦

પોલીસ દ્વારા ઉપલેટા પંથકના મનીષભાઈ પટેલ, સુરેશભાઈ ખિંચી,,બાબુ ખટીક,ઉમેશ પરીહાર તથા મુકેશ ખટીક સહીત તમામ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાના હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.