રાજકોટમાં ભાજપને બખ્ખા, કોંગ્રેસ અને AAPના અનેક ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ભાજપ મનપા પર કબજો કરવાની નજીક આવતું દેખાઇ રહ્યું છે. રાજકોટમાં કુલ 76 બેઠકોની મતગણતરી ચાલી રહી છે જેમાં અત્યારસુધીના પરિણામ પ્રમાણે ભાજપમાં 48 બેઠક પર આગળ છે. ત્યારે કોંગ્રેસે હજુ સુધી ખાતું પણ ન ખોલ્યું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નં.1, 4, 5, 7, 8, 9, 10, 11, 13, 14 અને 16 સહિતના વોર્ડમાં ભાજપની સંપુર્ણ પેનલનો વિજય થયો છે.

મતગણતરી સ્થળ પર કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે તથા સરઘસ પણ કાઢવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ છે. વોર્ડ નં,16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 વિજેતા થયા છે. વોર્ડ નં.8માં કોંગ્રેસ કરતા આપે વધુ મત મેળવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યારસુધી કુલ 10,93,991માંથી 5,54,148 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં 5,67,001 પુરુષમાંથી 3,09,047 મતદાન થયું, 5,26,990 સ્ત્રીમાંથી 2,45,101 મતદાન થયું હતું.

મતગણતરીના લેટેસ્ટ આંકડા જાણવા માટે જોડાયેલા રહો abtakmedia.com સાથે.