રાજકોટ ચેમ્બરનાં પ્રતિનિધિઓએ વેપાર ઉદ્યોગના પ્રશ્ર્નોની ચર્ચા માટે મુખ્યમંત્રીની મુલાકાત લીધી.

vijay rupani | government | cm | rajkot
vijay rupani | government | cm | rajkot

સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી અને જ‚રી ઉકેલ અંગે ચર્ચા કરી હતી જેમાં ચેમ્બર પ્રમુખ સમીર શાહ, માનસ મંત્રી વી.પી. વૈષ્ણવ, ઈન્ડસ્ટ્રી કમિટીનાં ચેરમેન પાર્થભાઈ ગણાત્રા અને કારોબારી સભ્ય ધિરેનભાઈ સંખાવરા ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન ચેમ્બર તરફથી વિવિધ રજુઆત કરવામાં આવી હતી જેમાં આઈસીડી માટેની પ્રક્રિયાઓ ત્વરીત કરવા વિશે વેટને લગતા વહીવટી પ્રશ્ર્નો અંગે નવી જીઆઈડીસી તથા હાલની જીઆઈડીસીની માળખાકીય સુવિધા અંગે આઈસીડી માટે રાહત દરે જમીન ફાળવવા અંગે, સબમર્સીબલ પંપ તથા ડીઝલ એન્જીનના એકસપોર્ટને નિકાસ ઉતેજન મળે તે વિષે રેલ્વેનાં લાંબાગાળાના પ્રશ્ર્નો અને માળખાકીય સુવિધામાં વધારો થાય તે અંગે ઉપર રજુઆત થાય, રાજકોટમાં નવા એરપોર્ટની પ્રક્રિયા ઝડપથી થાય તે અંગે સૌરાષ્ટ્રની જળ સમસ્યાના કાયમી ઉકેલ કલ્પસર યોજના વિષે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈએ ચેમ્બરનાં પ્રતિનિધિઓને દરેક પ્રશ્ર્નો અંગે રાજય સરકાર તરફથી પૂર્ણ સહકાર મળી રહેશે અને પ્રશ્ર્નોનું નિરાકરણ જલ્દી થશે તેવી ખાત્રી આપી હતી.