Abtak Media Google News

110 વર્ષથી ગ્રાહકોને સેવા અને નાના મોટા ઉદ્યોગ ક્ષેત્રને નવી સ્કીમોની સુવિધાઓ પુરી પાડી રહી છે: સ્મૃતિ રંજન દાસ

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યુનિ.ની સેન્ટ્રલ બેંક શાખા આપશે ઇન્ટન અને એપ્રેન્ટશીપના લાભ

યુનિવર્સિટીની સેન્ટ્રલ બેન્ક શાખા દ્વારા કોવિડ મહામારી સમયે જે તેમના સાથી સહ કર્મચારીઓનું અવસાન થયું હતું. તેમની યાદમાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ બેન્કની મુંબઈ હેડ ઓફિસના જનરલ મેનેજર નિરંજન દાસ અમદાવાદ શાખાના હેડ જે.એચ સહાની તેમજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરએ હાજરી આપી હતી. કોવિડ મહામારી બાદ લોકોને વાસ્તવીકતા ખ્યાલ આવ્યો કે પ્રાણવાયુ કેટલો કીમતી છે.

ત્યારે આ વૃક્ષારોપણ થકી  લોકો સુધી એક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા 110 વર્ષ થી સેન્ટ્રલ બેંક બેંકિંગ ક્ષેત્રે સારી સ્કીમો અને ગ્રાહકોને વધુ ને વધુ સુવિધાઓ પૂરી પાડવાનો ભગીરથ પ્રયાસ કરી રહી છે.

રાષ્ટ્રીયકરણ પહેલા થી જ અને રાષ્ટ્રીયકરણ બાદ સેન્ટ્રલ બેન્ક ઘણાં ચેલેન્જઓને પછાડીને તેના પર ગ્રાહકોને અને દરેક નાના-મોટા ક્ષેત્રેના ઉદ્યોગો ને ઓછા વ્યાજદરની સારી એવી સ્કીમઓ આપવાનો પ્રયાસ પુરો પાડી રહી છે. ત્યારે તાજેતરમાં જ આરબીઆઈની ગાઈડલાઈન હેઠળ અમે એન.બી.એફ.સી સાથે મળી અને કો-લેન્ડિંગ ની સુવિધા જલ્દી શરુ કરવાના છીએ.

કો-લેન્ડિંગ સુવિધા શરૂ કરવામાં સેન્ટ્રલ બેન્ક સૌપ્રથમ બેંક બનશે. આ કોલોબ્રશનમાં સેન્ટ્રલ બેન્કનું ફાઇનાન્સ 80 ટકા અને એન.બિ.એફ.સીનું  30 ટકાનું ફાઇનન્સ રહેશે. બેન્કિંગ ક્ષેત્રે પ્રાણવાયુ એટલે ગ્રાહક એ પ્રાણ છે અને વાયુ એ બેંકના એસેટની ક્વોલિટી અને ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા પુરી પાડી શકાય એ ગણવામાં આવે છે.

Screenshot 2 11 સેન્ટ્રલ બેંક મુંબઇ હેડ ઓફીસના જનલર મેનેજર

સ્મૃતિ રંજન દાસ એ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીની સેન્ટ્રલ બેન્ક શાખા દ્વારા કોવિડ મહામારીમાં જે સેન્ટ્રલ બેંકના અમારા સાથી અને કર્મચારીઓ સ્વર્ગસ્થ થયા છે. તેમની યાદમાં અમે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કોવિડ મહામારીમાં આપણને વાસ્તવિક ખ્યાલ આવ્યો કે પ્રાણવાયુ કેટલો કીમતી છે. દેશમાં બેન્કિંગ ક્ષેત્રે ઘણા બદલાવ આવ્યા છે. ત્યારે સેન્ટ્રલ બેન્કને 110 વર્ષ પૂર્ણ થવાના છે. 12 સરકારી બેંકો ક્ષેત્રે સેન્ટ્રલ બેન્ક અગ્રણી છે એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ ક્ષેત્રે અમારી બેંકનું મહત્વ ઘણું રહ્યું છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ખાતેથી હમણાં જ નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ઉમંગ આ સ્કીમમાં એમ.એસ.એમ.ઈ ઉદ્યોગ માટે સારી સુવિધાઓ આપવામાં આવે છે. આમાં વ્યાજનો દર  1.2 થી 1.70 જેટલો છે. કોઈ પણ ક્ષેત્ર માટે સેન્ટ્રલ બેન્ક સારી સ્કીમો ની સુવિધાઓ પૂરી પાડે છે. ગુજરાતમાં અમારી 315 જેટલી શાખાઓ પણ છે.

જે અવિર્થ સેવા પુરી પાડી રહી છે ગ્રાહકોને અને નાના-મોટા દરેક ક્ષેત્રને આજના આ કાર્યક્રમમાં અમે યુનિવર્સિટીના વીસી અને પીવીસી સાથે વાતચીત કરી છે. અને અહીંયા ખાસ વિદ્યાર્થીઓ માટે અમે ઇન્ટન અને એપ્રેન્ટીસશીપ પણ કામગીરી શરૂ કરાવવાના છીએ. વિદ્યાર્થીઓને લાભાર્થી માટે લોકોના હિત માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ એમને સારી સુવિધાઓ પુરી પાડી શકીએ. આરબીઆઈની ગાઈડલાઈન હેઠળ અમે એન.બી.એફ.સી સાથે મળી અને કો-લેન્ડિંગની સુવિધા જલ્દી શરુ કરવાના છીએ.

કો-લેન્ડિંગ સુવિધા શરૂ કરવામાં સેન્ટ્રલ બેન્ક સૌપ્રથમ બેંક બનશે. આ કોલોબ્રશનમાં સેન્ટ્રલ બેન્કનું ફાઇનાન્સ 80 ટકા અને એન.બિ.એફ.સીનું  30 ટકાનું ફાઇનાન્સ રહેશે. બેન્કિંગ ક્ષેત્રે પ્રાણવાયુ એટલે ગ્રાહક એ પ્રાણ છે અને વાયુ એ બેંકના એસેટની ક્વોલિટી અને ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા પુરી પાડી શકાય એ ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.