Abtak Media Google News

જીડીપી ગ્રોથ, વિદેશી વિનિમય અનામત, ટ્રાન્સપોર્ટેશન, કોમોડિટીમાં રોકાણ વગેરે મુદાઓ ઉપર જાણકારી-માર્ગદર્શન અપાયું

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉધોગકારોને પોતાના વેપારમાં વધુને વધુ વેગ મળે તેને ધ્યાનમાં લઈ અલગ-અલગ સેકટરોમાં અવાર-નવાર સેમીનારો યોજવામાં આવે છે તે પરંપરા મુજબ તાજેતરમાં રાજકોટ ચેમ્બર, આઈએમસી ચેમ્બર તથા એમસીએકસ દ્વારા કોમોડીટી હેજીંગ અને ભાવ જોખમ વ્યવસ્થાપન વિષય પર અવેરનેશ સેમીનાર યોજાયો હતો. સેમીનારનાં પ્રારંભમાં રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ વી.પી.વૈષ્ણવએ સૌને આવકારી ઉધોગકારો માટે રાજકોટ ચેમ્બર હંમેશા અગ્રેસર રહે છે અને તેઓને પડતી મુશ્કેલીઓ અને તેનાં નિરાકરણ માટે હરહંમેશ સાથે જ છે. રાજકોટ ચેમ્બર દ્વારા ઉધોગકારો માટે અલગ-અલગ સેકટરો તથા નવા આવતા નીતિ-નિયમો ઉપર માર્ગદર્શન સેમીનારોનું આયોજન કરવામાં આવે છે ત્યારે કોમોડિટી હેજીંગ અને ભાવ જોખમ વ્યવસ્થાપન વિષય પર સેમીનાર યોજવામાં આવેલ છે. આ સેમીનાર ઉધોગકારોને ખુબ જ લાભદાયી બની રહેશે તેવી આશા વ્યકત કરેલ.

Rajkot-Chamber-Organized-Awareness-Seminar-On-Commodity-Hedging-And-Price-Risk-Management
rajkot-chamber-organized-awareness-seminar-on-commodity-hedging-and-price-risk-management

સેમીનારમાં ઉપસ્થિત ઈકોનોમીક એડવાઈઝર અને ડાયરેકટર જી.ચંદ્રશેખર દ્વારા કોમોડિટીએ ભારતની આર્થિક વૃદ્ધિ અને ભાવ જોખમ સંચાલનમાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ દ્વારા ભારતનાં મેક્રો ઈકોનોમીક સુચાકો જેમાં જીડીપી ગ્રોથ, વિદેશી વિનિમય અનામત, વિદેશ વેપાર વૃદ્ધિ, ભારતની વસ્તી વૃદ્ધિ અને વય આંકડાઓ, એગ્રીકલ્ચર અંગે, ભવિષ્યનાં મુખ્ય વિકાસ ક્ષેત્રોની ચર્ચા કરેલ જેમાં ફુડ, ટેક્ષટઈલ, કલોથીંગ, હાઉસીંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એનર્જી, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થકેર, એજયુકેશન અંગે, કોમોડિટીની વૃદ્ધિની તિવ્રતા, વર્તમાન અને ઉભરતા દ્રશ્યો અંગે, જોખમ સંચાલન, કોમોડિટીમાં રોકાણ, ટ્રેડિંગ અંગેનાં ફાયદાઓ, વગેરે વિવિધ મુદાઓ ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી-માર્ગદર્શન આપવામાં આવેલ. કોમલ કણઝારીયા દ્વારા નાણાકીય બજારો જેમાં મુડી બજાર, દેવા બજાર, ફોરેક્ષ બજાર, કોમોડિટી બજાર અંગે, કોમોડિટીનાં ભાવને અસર કરતા પરિબળો, કોમોડિટીમાં ભાવ જોખમ શું છે , હેજીંગ શું છે, ભવિષ્યમાં ભારતમાં સક્રિય કોમોડિટી જેમાં બુલિયન, એનર્જી, મેટલ્સ અને એલોયઝ, એગ્રીકલ્ચર અંગે, વેપાર આંકડાઓ વગેરે વિવિધ મુદાઓ ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવેલ.

ત્યારબાદ પ્રશ્ર્નોતરી રાખવામાં આવેલ જેમાં વેપારીઓ-ઉધોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્ર્નોનાં વકતાઓ દ્વારા વિગતવાર જવાબો આપી પ્રશ્ર્નોને સમજાવવાનાં પ્રયત્નો કરેલ હતા. સેમીનારનું સંચાલન તથા ઉપસ્થિત મહાનુભાવો તથા સભ્યોમિત્રોનો રાજકોટ ચેમ્બરનાં કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડીયા દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.