Abtak Media Google News

કૃષ્ણકાંત પાઠકના ૮૯ અને કુલદિપ રાવલની છ વિકેટની મદદથી રાજકોટ બન્યું ચેમ્પિયન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત તાજાવાલા ટ્રોફીની ફાઇનલ મેચ માધવરાવ સિંધીયા સ્ટેડીયમ ખાતે રાજકોટ તેમજ કચ્છ ગ્રામ્યની ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં રાજકોટની ટીમ વિજેતા થઇ હતી. રાજકોટની ટીમે પ્રથમ દાવ લેતા ૩ર૩ રન બનાવ્યા હતા તેના જવાબમાં કચ્છની ટીમ માત્ર ર૮૧ રનમાં જ ઢેર થઇ જતાં રાજકોટની ટીમ ચેમ્પિયન બની હતી. કચ્છની ટીમે ટોચ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો ફેસલો કરતા રાજકોટની ટીમે કૃષ્ણકાંત પાઠકના ૮૯ અને દક્ષેશ ભીંડીના ૬૭ રનની મદદથી કુલ ૪૯ ઓવરમાં ૩૨૩ રન બનાવ્યા હતા. કચ્છની ટીમ તરફથી ઇસ્માઇલ, સુરેશ તેમજ હિતેન્દ્ર જાડેજાએ બે બે વિકેટ લીધી હતી. ૩ર૪ રનનો પીછો કરવા ઉતરેલી કચ્છની ટીમ કુલદીપ રાવલની ખતરનાક બોલીંગની સામે ઢેર થઇ ગઇ હતી.

7537D2F3 4

કચ્છની ટીમે અભિજીત જાલના ૯૩ રન અને હિતેન્દ્ર જાડેજાના પ૪ રનની મદદથી ૪૭.૧ ઓવરમાં ર૮૧ રન બનાવ્યા હતા. અને રાજકોટની ટીમ ૪ર રનથી ચેમ્પિયન બની હતી રાજકોટની ટીમ તરફથી કુલદીપ રાવલે પ્રભાવશાળી બોલીંગ કરી હતી અને કુલ ૧૦ ઓવરમાં એક મેડલન ફેંકીે ૪૪ રન આપી ને ૬ વિકેટ જડપી હતી.  તેમજ રાહુલ વકાની અને પ્રકાશ માંકડે પણ બે બે વિકેટ ઝડપી હતી. ફાઇનલ મેચમાં ૬ વિકેટ ઝડપવા બદલ કુલદીપ રાવલને મેન ઓફ ધ મેચ ધોષિત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.