રાજકોટ શહેર અને ગ્રામ્યમાં મોટાપાયે વીજ દરોડા: ૮૧ ટીમો ત્રાટકી

pgvcl | rajkot
pgvcl | rajkot

સરધાર, ત્રંબા તેમજ રાજકોટ શહેરના પ્ર.નગર, ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં વહેલી સવારી પીજીવીસીએલનું સરપ્રાઈઝ વીજ ચેકિંગ: પાવર ચોરોમાં ફફડાટ

રાજકોટ શહેરના જુદા જુદા રહેણાંક વિસ્તાર અને ગ્રામ્યના માધાપર, આજી-૨, વાવડી તેમજ જસદણ અને સરધાર, ત્રંબામાં વહેલી સવારી પીજીવીસીએલ અને જીયુવીએનએલની ૮૧ ટુકડીઓએ સરપ્રાઈઝ ચેકિંગ હા ધરતા પાવર ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર એચ.આર.સુાર અને ચિફ એન્જીનીયર કે.એમ.ભુવાના માર્ગદર્શન હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પાવરચોરી અટકાવવા અને વીજ લોસ ઘટાડવા સરપ્રાઈઝ વીજ ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજે સવારે જસદણ, રાજકોટ ગ્રામ્ય અને શહેરના કેટલાક વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપીના જવાનો સો ૮૧ ટુકડીઓએ સઘન વીજ ચેકિંગ કર્યું હતું.

વીજ વર્તુળમાંી મળતી વિગત મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના સંયુકત રીતે આજે વહેલી સવારી જસદણ ડિવીઝન અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સરધાર અને ત્રંબામાં વહેલી સવારી ૨૯ જેટલી વીજ ટુકડીઓએ સરપ્રાઈઝ ચેકિંગ હા ધર્યું હતું. સરધાર અને ત્રંબા વિસ્તારના જયોતિગ્રામ યોજનાના પાંચ ફિડર અને ૧૪ જેટલા ગામડાઓમાં વીજ ચેકિંગ હા ધર્યું હતું. તપાસ દરમિયાન રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં વીજ કનેકશનમાં ગેરરીતિ માલુમ પડતા પાવર ચોરોને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  ગ્રામીણ વિસ્તારમાં વીજ ટુકડીઓ પર તા હુમલાઓના પગલે આજે જસદણ અને રાજકોટ ગ્રામ્યના સરધાર તેમજ ત્રંબામાં ચેકિંગ દરમિયાન જીયુવીએનએલના ૨૨ પોલીસ જવાનો અને ૧૦ આર્મીના જવાનોને સુરક્ષા વ્યવસ માટે સો રાખવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય ઉપરાંત રાજકોટ શહેરના ઉદ્યોગનગર અને મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં પણ વહેલી સવારી ૫૨ જેટલી ટુકડીઓ ફરી વળી હતી. ચેકિંગ દરમિયાન રાજકોટ શહેરના આજી-૨, પ્રનગર, ઉદ્યોગનગર અને મહિલા કોલેજ આસપાસના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન મોટાપાયે પાવર ચોરી પકડાતા વીજ ચોરાેને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જસદણ અને રાજકોટ ગ્રામ્ય તેમજ શહેરના રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં આજે વહેલી સવારી મોટાપાયે વીજ દરોડા કરાતા પાવર ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.