Abtak Media Google News

સાસુ સાથે વાતચિત કરતા હતા ત્યારે આવેલો સિવીયર હાર્ટ એટેક ભાવનાબેન માટે જીવલેણ નિવડ્યો: 16 વર્ષના પુત્ર તેજે માતાની હુંફ ગુમાવી

ભાવનાબેન ત્રિવેદીની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજીક, સેવાકીય સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જોડાયા: પરિવારમાં શોકનો માહોલ

Screenshot 3 33 ગુરૂવારે રાષ્ટ્રીય શાળા ખાતે બેસણું

સદગત ભાવનાબેન પ્રદિપભાઈ ત્રિવેદીનું બેસણું તા.23ને ગુરુવારે સાંજે 5:00 થી 6:00  કલાકે રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદીના ધર્મપત્ની ભાવનાબેન ત્રિવેદી (ઉ.વ.58)નું ગત રાતે સિવિયર હાર્ટ એટેક આવતા દુ:ખદ નિધન થયું છે. આજે સવારે નિકળેલી તેઓની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજીક, સેવાકીય સહિત તમામ ક્ષેત્રોના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ત્રિવેદી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. 17 વર્ષીય તેજે માતાની છત્રછાયા ગુમાવી છે. ગઇકાલે સોમવારે રાત્રે ભાવનાબેન ત્રિવેદી (ઉ.વ.58) પતી પ્રદિપભાઇ ત્રિવેદીની બાજુમાં બેઠા હતા અને પોતાના સાસુ સાથે વાતચિત કરતા હતા ત્યારે અચાનક સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો.

સારવાર મળે તે પૂર્વ જ તેઓનું દુ:ખદ અવસાન થયું હતું. નખમાં પણ કોઇ રોગ ન હોય ભાવનાબેનનું ઓચિંતુ નિધન થતા ત્રિવેદી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. 17 વર્ષના પુત્ર તેજે માતાની શિતળ છત્રછાયા ગુમાવી છે. ત્રિવેદી પરિવારને ક્યારેય ન મળે તેવી ખોટ પડી છે. પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.

Screenshot 2 48

આજે સવારે 8 કલાકે તેઓના 150 ફૂટ રિંગ રોડ સ્થિત કે.કે.વી. ચોક પાસે આવેલા ચિત્રલેખા એપાર્ટમેન્ટ ખાતેથી નિકળેલી સદ્ગત ભાવનાબેનની અંતિમ યાત્રામાં અશોકભાઈ ડાંગર, નિદત્તભાઈ બારોટ, મહેશભાઈ ચૌહાણ, ડો.યજ્ઞેશ જોશી, ડો. હેમાનગભાઈ વસાવડા, પ્રવીણભાઈ સોરાણી, જીતુભાઇ ભટ્ટ, અશોકસિંહ વાઘેલા, વિરલ ભટ્ટ, પિયુષભાઈ મહેતા, અનિલભાઈ દેસાઈ, સંજયભાઈ અજુડિયા, સુરેશ બથવાર,  કમલેશભાઈ શાહ, જેન્તીભાઈ સાગપરિયા, અશોકભાઈ રામાણી,  રજતભાઈ સંઘવી, આનંદ વ્યાસ, કિરીટભાઈ ઉંજ્યા, જયદીપ ભૂત, દેવાંશ ત્રિવેદી, ડો. રાજેશ ત્રિવેદી, હિતેશ જાની, નંદલાલ જોશી, રમેશભાઈ, ભાવેશ ત્રિવેદી, સંજયભાઈ પીપળીયા, જય ખારા, દેવેન્દ્ર ભાઈ ધામી, અર્જુનસિંહ જાડેજા, વગેરે રાજકોટ-સૌરાષ્ટ્રના બિલ્ડર, એન્જીનીયરો,વકીલો, તમામ રાજકીય પક્ષોના અગ્રણીઓ, સામાજીક અને સેવાકીય સંસ્થાના અગ્રણીઓ, આર્કિટેક્સ, વકીલો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. તેઓના પાર્થીવ દેહને મોટા મવા સ્મશાન ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી. પુત્ર તેજે માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ અર્પી હતી. લાગણીશીલ અને તમામને મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતા ભાવનાબેનના અચાનક અવસાનથી ત્રિવેદી પરિવારને મોટી ખોટ પડી છે. વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ભાવનાબેનને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.