ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલીત કલા મહાકુંભ 2024-25 રાજકોટ શહેરકક્ષાની સ્પર્ધાનું આયોજન તા. 19 જાન્યુઆરીથી તા. 21 જાન્યુઆરી, 2025 સુધી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા. 19ને રવિવારના રોજ ભરતનાટ્યમ સવારે 09 કલાકે અને વકતૃત્વ સ્પર્ધા બપોરે 11 કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે યોજાનાર છે. જ્યારે તા. 20ને સોમવારના રોજ બાલ ભવન, રેષકોર્ષ ખાતે દુહા-છંદ-ચોપાઇ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, હાર્મોનિયમ અને સ્કૂલ બેન્ડ સવારે 9 કલાકે તેમજ લોકવાર્તા બપોરે 1 કલાકે, તબલા સ્પર્ધા સવારે 10 કલાકે, નિબંધ સવારે 11 કલાકે, કાવ્યલેખન સવારે 11 કલાકે, ગઝલ-શાયરી લેખન સવારે 11 કલાકે યોજાશે.
ઉપરાંત, તા. 20ના રોજ સવારે 9 કલાકે લોકનૃત્ય મુખ્ય સ્ટેજ હેમુ ગઢવી હોલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ગરબા 9:30 કલાકે, રાસ સવારે 10:15 કલાકે, લગ્નગીત સવારે 11 કલાકે, સમૂહ ગીત બપોરે 1 કલાકે અને સુગમ સંગીત બપોરે 2 કલાકે યોજાશે. જ્યારે મીની સ્ટેજ પર ઓરગન સવારે 9 કલાકે, શાસ્ત્રીય કંઠ્ય સંગીત બપોરે 1 કલાકે, લોકગીત, ભજન બપોરે 2 કલાકે યોજાશે.
તા 21ને મંગળવારના રોજ એકપાત્રિય અભિનય સવારે 9 કલાકે મુખ્ય સ્ટેજ ખાતે યોજાશે. અને કથ્થક 15થી 20 વર્ષ માટે સવારે 10 કલાકે મુખ્ય સ્ટેજ જ્યારે કથ્થક 6 થી 14 વર્ષના બાળકો માટે સવારે 9 કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.