Abtak Media Google News

તંત્રના વિચિત્ર નિર્ણયથી સિકયુરીટીની હાલત સૂડી વચ્ચે સોપારી: તંત્રના નિયમનો વગદારો દ્વારા ઉલાળીયો: સીવીલ હોસ્પિટલમાં ખાનગી વાહનોનો ખડકલોરાજકોટ

સૌરાષ્ટ્રભરના હજારો દર્દીઓ માટે કેન્દ્રનું સ્થાન ગણાતા રાજકોટ સીવીલ હોસ્પિટલ ઘણીખરી સમસ્યાઓથી કણસી રહી છે. ત્યારે સમસ્યાઓને પહોંચી વળવા માટે ઘણા ખરા નુસ્તાઓ મુકવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણી વખત આવા નુસ્કાઓ દર્દીઓને સુવિધા બદલે દુવિધાઓ પરિણામે છે. ત્યારે ઘણા સમયથી માથાના દુખાવા સમાન સીવીલ હોસ્પિટલમાં ટ્રાફીકની સમસ્યાઓ થતી રહે છે. ત્યારે ટ્રાફીકની સમસ્યાઓને નિવારવા માટે એસબીઆઇબેન્ક સામેના ગેઇટને વન-વે જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે અવાર નવારદર્દીઓના સગા સંબંધી તથા અવર જવર કરતા નાગરીકો સાથે સિકયુરીટી ગાર્ડોને બોલાચાલી થતીરહે છે.

સીવીલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર અર્થે આવે છે ત્યારે તેમની સાથે આવતા સગા-    સંબંધીઓ અને વાહનોની અવર જવરને કારણે ટ્રાફીકની ઘણી સમસ્યાઓ સર્જાઇ છે. જેના નિવારણ માટે એસબીઆઇની સામેના ગેઇટમાં હોસ્પિટલ તંત્ર દ્વારા વન-વે લાદી દેવામાં આવ્યો છે. જેના કારણે તમામ લોકોને ફકત અંદર આવી શકાય તેમ છે. જયારે લોકો વાતથી અજાણ હોવાથી ગેઇટ પાસેથી નીકળવા જતાં સિકયુરીટી ગાર્ડ દ્વારા મનાઇ ફરમાવામાં આવતી અવાર નવાર તેમની સાથે બોલાચાલી થતી રહી છે. તથા કોઇ હોદેદાર વ્યકિત અથવા પોલીસને આ નિયમ લાગુ ના પડતો હોય તેવી રીતે સિકયુરીટી ગાર્ડ સાથે અવાર નવાર ઘર્ષણ કરી વન-વે તરફના ગેઇટ પાસેથી જ નીકળી નિયમનો ભંગ કરે છે.

સીવીલ હોસ્પિટલમાં રોજના અંદાજીત હજારો વાહનોની અવર જવર સાથે પાકિંગનો મુદ્દો પણ માથાના દુખાવા સમાન રહે છે. હોસ્પિટલમાં વાહનોમાં આવતા દર્દીઓને સારવાર માટે ઉતારવા ફરજીયાત ઓપીડી પાસે વાહન પાર્ક કરવું પડે છે. દર્દીઓને ઉતાર્યા બાદ વાહન પાકિંગની સમસ્યાઓ પણ એટલે જ કપરી બની રહે છે. સાથો સાથ આવતા તબીબો તથા સ્ટાફના લોકોના વાહન પાકિંગ માટે પણ સમસ્યાઓ ઉભી થાય છે.

સીવીલ હોસ્પિટલ તંત્ર દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે અવાર નવાર અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છ માસ પૂર્વે કેસબારીએ સર્જાતી દર્દીઓની લાંબી લાઇનોને નિવારવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ લાદવામાં આવી હતી. જેના કારણે અભણ દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે ટ્રાફીકની સમસ્યાઓમાં પણ વન-વે લાદી દેવાતા દદીઓ તથા જનતાએ માટે સુવિધા કે દુવિધા જેવો મોટો પ્રશ્ર્ન ઉભો થાય છે.

સીવીલ હોસ્પિટલમાં વાહનોમાં સારવાર માટે લવાતા દર્દીઓની સારવાર સુધી વાહનોનાં પાકિંગ માટે પણ મોટો પ્રશ્નઉભો થાય છે. આવી પરિસ્થિતિઓમાં સિકયુરીટી ગાર્ડની હાલત ‘સુડી વચ્ચે સોપારી’ જેવી થતી જોવા મળે છે. અવાર નવાર લોકોને સમજાવા છતાં લોકો જયાં ત્યાં પાકિંગ કરી તથા વન-ડે સાઇડથી બહાર જવામાટે સિકયુરીટી સાથે બોલાચાલી કરવાની ઘટનાઓ ઉપજી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા લાદવામાં આવેલા નિયમોનું પાલન કરવામાં સિકયુરીટી ગાર્ડને અનેક પડકારોનો સામનો કરવોપડી રહ્યો તેમ લાગી રહ્યું છે. સાથે ખરેખર દર્દીઓને લાવતા વાહનો માટે પણ અનેક સમસ્યાઓને નિવારવા માટે લેવાયેલા નિર્ણયો દર્દીઓ માટે સુવિધા કે પછી દુવિધા સમાન છે તેવા અનેકપ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.